Home Bibles યર્મિયાનો વિલાપ 17:2 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 17:2 · ગુજરાતી બાઇબલ

“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલી લોકો આગળ એક ઉખાણું રજૂ કર અને તેમને આ બોધકથા કહે:

Cross references

ન્યાયાધીશો 9:8

“એક દિવસ બદા વૃક્ષો રાજા પસંદ કરવા ગયાં. તેમણે જૈતૂનના વૃક્ષને કહ્યું, “તું અમાંરો રાજા થા.”

ન્યાયાધીશો 14:12

સામસૂને તેઓને કહ્યું, “હું તમને એક ઉખાણું પૂછું છું તમે જો માંરા મહેમાંન તરીકેના સાત દિવસના રહેવાસ દરમ્યાન એનો જવાબ આપી શકશો તો હું તમને ત્રીસ જોડ ઉમદા કપડાં અને ત્રીસ જોડ રોજ પહેરવાના કપડાં આપીશ.

2 શમએલ 12:1

પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો.

યર્મિયાનો વિલાપ 20:49

પછી મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, તેઓએ મને કહ્યું, ‘તું તો અમને ફકત કોયડાઓ જ કહે છે.”‘

યર્મિયાનો વિલાપ 21:5

ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.”‘

યર્મિયાનો વિલાપ 24:3

એ બંડખોર ઇસ્રાએલી પ્રજાને તું આ દ્રષ્ટાંત કહી સંભળાવ. તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘કઢાઇને અગ્નિએ ચઢાવો, ચૂલે ચઢાવો તેમાં પાણી રેડો,

હોશિયા 12:10

મેં તમને ચેતવણી આપવા માટે મારા પ્રબોધકો તમારી પાસે મોકલ્યા. મેં જ તેઓને અનેક સંદર્શનો આપ્યાં અને તેમને તમારી પાસે દ્રષ્ટાંતો સાથે મોકલ્યા.

હોશિયા 12:11

ગિલયાદમાં મૂર્તિપૂજા થઇ રહી છે, તો જરૂર તે પાપોનો નાશ થશે. ગિલ્ગાલમાં બળદોનો બલિ અપાય છે. તેઓની વેદીઓ ખેડેલા ખેતરની બાજુના પથ્થરોના ઢગલા જેવી થશે. ખેતરના ચારાની જેમ વેદીઓની હારમાળાઓ તમારી મૂર્તિઓને બલિદાન અર્પવા વપરાય છે. ગિલયાદ પણ મૂર્તિઓની પૂજા કરનારા મૂર્ખાઓથી ભરેલું છે.

માથ્થી 13:13

આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી.

માથ્થી 13:35

આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે:“હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ; અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” ગીતશાસ્ત્ર 78:2

માર્ક 4:33

ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે.

1 કરિંથીઓને 13:12

આપણી સાથે પણ આમ જ છે. અત્યારે તો આપણે દર્પણમાં ઝાખું ઝાંખું જોઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીશું. અત્યારે તો હું ફક્ત એક અંશને જ જાણું છું. પરંતુ ત્યારે કે જ્યારે હું સંપૂર્ણપણે જ્ઞાત હોઈશ. જેવી રીતે દેવ મને ઓળખે છે. તેવી રીતે હું પણ તેને સંપૂર્ણ જાણીશ.

Interlinear

Choose Theme