Home Bibles યર્મિયાનો વિલાપ 21:30 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 21:30 · ગુજરાતી બાઇબલ

“‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ.

Cross references

ઊત્પત્તિ 15:14

હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.

ચર્મિયા 47:6

હે યહોવાની તરવાર, તું ક્યારે શાંત થઇશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે!

યર્મિયાનો વિલાપ 12:10

તું તેમને કહે કે, આ યહોવાના વચન છે: આ દેવવાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાએલીઓ માટે છે.

યર્મિયાનો વિલાપ 16:3

તેને કહે કે, ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:’ તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી હતા અને માતા હિત્તી હતી.

યર્મિયાનો વિલાપ 16:38

ખૂની અને વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. કેમકે હું ક્રોધિત અને દ્વેષિત છું.

યર્મિયાનો વિલાપ 21:4

મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું.

યર્મિયાનો વિલાપ 28:13

દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.

યર્મિયાનો વિલાપ 28:15

તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.

Interlinear

Choose Theme