Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 21:4 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 21:4 · ગુજરાતી બાઇબલ

મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું.

Cross references

યર્મિયાનો વિલાપ 6:11

યહોવા મારા માલિકે કહ્યું, “ઇસ્રાએલના લોકોએ તિરસ્કૃત દુષ્કૃત્યો કર્યા છે માટે હાથ અફાળીને, પગ પછાડીને ઘૃણાથી બડબડાટ કરો, એ લોકો યુદ્ધથી, ભૂખમરાથી અને રોગચાળાથી મૃત્યુ પામશે.

યર્મિયાનો વિલાપ 7:2

“હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે, તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.

યર્મિયાનો વિલાપ 20:47

દક્ષિણના જંગલમાં જઇને મારી ચેતવણી ઉચ્ચાર, તેમને કહે કે; ‘યહોવાની વાણી સાંભળ; આ યહોવા મારા માલિકના વચન છે; હું તને આગ લગાડું છું, એ તારા એકેએક લીલાં તેમજ સૂકાં વૃક્ષને સ્વાહા કરી જશે. એને કોઇ હોલવી નહિ શકે. એ દક્ષિણથી ઉત્તર સુધી ફેલાઇ જશે અને એકેએક માણસનો ચહેરો એનાથી દાઝી જશે.

યર્મિયાનો વિલાપ 21:9

“હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તરવાર! હા, તેને ધારદાર અને ચમકતી બનાવવામાં આવી છે.

યર્મિયાનો વિલાપ 21:10

સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે. અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે.

Interlinear

Choose Theme