Home Bibles નિર્ગમન 6:14 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 6:14 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા;

Cross references

ઊત્પત્તિ 46:9

અને રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કામીર્.

ઊત્પત્તિ 46:11

લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.

ઊત્પત્તિ 49:3

“રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે, માંરું સાર્મથ્ય અને માંરા પુરૂષત્વનું પ્રથમ ફળ છે. તું માંનમર્યાદામાં સૌથી મોખરે અને શકિતમાં પણ મોખરે છે.

નિર્ગમન 6:25

હારુનના પુત્ર એલઆઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેણે ફીનહાસને જન્મ આપ્યો. આ બધાજ પૂર્વપુરુષો લેવી વંશના પરિવારના હતા.

ગણના 1:18

બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી.

ગણના 26:5

ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.

ગણના 26:12

શિમયોનના કુળસમૂહો:નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.યાખીનનું કુટુંબ,

યહોશુઆ 13:15

મૂસાએ રૂબેનના કુળસમૂહને ભૂમિ આપી તેમની ટોળીઓ દ્વારા.

યહોશુઆ 13:23

રૂબેનીઓની સરહદ યર્દન નદી અને તેના કાંઠાનો પ્રદેશ હતો, રૂબેનીઓને આ રગ્યા તેમની ટોળીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓને આ શહેરો ગામો સાથે આપવામાં આવ્યા હતાં.

યહોશુઆ 14:1

આ ભૂમિઓ કનાનમાં છે જે ઇસ્રાએલીઓએ ફાળવણી દ્વારા મેળવી. વહેચણી યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહોના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

યહોશુઆ 19:51

યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલી કુટુંબોના આગેવાનો શીલોહે મળ્યા. અને યહોવાની સામે મુલાકાત મંડપાના પ્રવેશ દ્વાર આગળ ભેગા થયા. અને તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે પ્રમાંણે તેમને જમીન ફાળવી અને આ રીતે તેઓએ લોકો વચ્ચે જમીનની ફાળવણી પૂરી કરી.

1 કાળવ્રત્તાંત 5:3

ઇસ્રાએલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કામીર્.

1 કાળવ્રત્તાંત 5:24

તેઓના સરદારો આ હતા: એફેર, યિશઈ, અલીએલ, આઝીએલ, યમિર્યા, હોદાવ્યા, તથા યાહદીએલ; એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કુલના સરદારો હતા.

1 કાળવ્રત્તાંત 7:2

તોલાના પુત્રો: ઉઝઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા, તેઓ પોત પોતાના કુટુંબોના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં આ કુટુંબોમાંના 22,600 પુરુષો શૂરવીર યોદ્વાઓ હતા.

1 કાળવ્રત્તાંત 7:7

બેલાના પુત્રો: એસ્બોન, ઉઝઝી, ઉઝઝીએલ, યરીમોથ અને ઇરી. આ પાંચ શૂરવીર યોદ્વાઓ કુટુંબોના આગેવાનો હતા અને તેઓના સૈન્યની સંખ્યા 22,034 હતી.

1 કાળવ્રત્તાંત 8:6

એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.

Interlinear

Choose Theme