બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી.
Cross references
ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા;
ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:
કેટલાક લોકો તેલમેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદૃોન, તથા ઇમ્મેરમાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના કુટુંબના પિતૃઓને કે તેમની વંશાવળીને સાબિત કરી શક્યા નહોતા કે તેઓ ઇસ્રાએલના છે.
મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે.
મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો.