આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા.
Cross references
એફોદ પર પત્થરને બેસાડવા માંટે શુધ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.
પ્રત્યેક પથ્થર પર ઇસ્રાએલના બારમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇસ્રાએલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
“પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું.
પછી તેમણે બે ગોમેદ પાષાણો સોનાના ચોકઠામાં જડયા, આ પાષાણો ઉપર ઇસ્રાએલના કુળોનાં નામ કોતરેલાં હતાં.
અને ચોથી હારમાં ગોમેદ, પિરોજ અને યાસપિસની, એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.
એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને એ રીતે એ ચોકઠાં ન્યાયકોથળીની સ્કંધપટીઓના આગળના ભાગ પર જોડી દીધાં.
હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત.
હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”
તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું.
અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે.
પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”
પછી મેં બીજા એક દૂતને પૂર્વમાંથી આવતા જોયો. તે દૂત પાસે જીવતા દેવની મુંદ્રા હતી. તે દૂતે મોટા સાદે બીજા ચાર દૂતોને બોલાવ્યા. આ તે ચાર દૂતો હતા જેમને દેવે પૃથ્વી અને સમુદ્રને ઉપદ્ધવ કરવાની સત્તા આપી હતી. તે દૂતે ચાર દૂતોને કહ્યું કે,