Home Bibles નિર્ગમન 28:36 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:36 · ગુજરાતી બાઇબલ

“પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું.

Cross references

નિર્ગમન 19:6

તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.”

નિર્ગમન 28:9

“ત્યારે ગોમેદના બે પાષાણે લેવા અને પછી તેના પર ઇસ્રાએલનાં પુત્રોનાં નામ કોતરવાં.

નિર્ગમન 28:11

આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા.

નિર્ગમન 39:27

તેમણે હારુન અને તેના પુત્રો માંટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં,

નિર્ગમન 39:30

અંતે તેમણે શુદ્ધ સોનામાંથી એક તકતી બનાવી જેની પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, “યહોવા પવિત્રતા” તે મુગટ ઉપર જડેલી હતી.

લેવીય 8:9

ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માંથે પાધડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુગટરૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુગટ લગાવ્યો.

લેવીય 10:3

પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.” હારુન મૌન થઈ ગયો.

લેવીય 19:2

“ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને આ પ્રમાંણે જણાવ: તમે પવિત્ર થાઓ, કારણ હું તમાંરો દેવ યહોવા પવિત્ર છું.

1 કાળવ્રત્તાંત 23:13

આમ્રામનાપુત્રો: હારુન અને મૂસા. હારુનને અને તેના વંશજોને કાયમને માટે જુદા પાડવામાં આવ્યા હતા. તેમણે ઉપાસનાની સાધનસામગ્રી સંભાળવાની હતી, યહોવા આગળ ધૂપ કરવાનો હતો, તેની યાજક તરીકે સેવા કરવાની હતી, અને તેને નામે આશીર્વાદ આપવાના હતા.

ગીતશાસ્ત્ર 93:5

તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે, હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

યર્મિયાનો વિલાપ 43:12

“આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે.

ઝખાર્યા 14:20

તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ ઉપર લખેલું હશે,”યહોવાને સમપિર્ત” અને યહોવાના મંદિરમાં સામાન્ય વાસણો વેદી આગળનાં વાસણો જેવા પવિત્ર હશે;

હિબ્રૂઓને પત્ર 7:26

ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે.તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે.

હિબ્રૂઓને પત્ર 12:14

બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ.

1 પિતરનો પત્ર 1:15

પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે.

1 પિતરનો પત્ર 2:9

પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.

પ્રકટીકરણ 21:27

શહેરમાં કદાપિ અશુદ્ધ પ્રવેશ કરશે નહિ. જે વ્યક્તિ શરમજનક કાર્યો કરે છે અથવા જૂઠું બોલે છે તે આ શહેરમાં પ્રવેશ કરશે જ નહિ. ફક્ત તે જ લોકો જેઓનાં નામો હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.

Interlinear

Choose Theme