“આ પૃથ્વી ઉપર તમાંરી ઇસ્રાએલી પ્રજા જેવા બીજા લોકો છે જેમને તમે ગુલામીમાંથી મુકિત અપાવી અને તમાંરા પોતાના લોકો બનાવ્યા? તમે મિસરમાં અમને ગુલામીમાંથી મુકત કર્યા. તમે અમને બીજા દેશો અને તેઓના દેવોમાંથી છોડાવ્યા, તમે મહાન અને અદ્ભૂત કાર્યો તમાંરી પ્રજા અને ઇસ્રાએલ માંટે કર્યા.
Cross references
પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે.
“તમે બધા લોકો માંરા થશો, ને હું તમાંરા બધાનો દેવ થઈશ. હું યહોવા તમાંરા લોકોનો દેવ છું એની તમને ત્યારે ખબર પડશે જ્યારે હું તમને મજૂરીમાંથી મુક્તિ અપાવીશ.
કારણ કે અત્યાર સુધીમાં મેં કયારની, તારા ઉપર અને તારી પ્રજા ઉપર રોગચાળો મોકલી, તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.
પણ મેં તેને એટલા માંટે જીવતો રાખ્યો છે કે હું તને માંરી તાકાત બતાવી શકું. અને સમગ્ર પૃથ્વી પર માંરું નામ પ્રગટ થાય.
“આજે રાત્રે હું મિસરમાં થઈને જઈશ, અને આખા મિસર દેશનાં બધાં પ્રથમજનિત બાળકોને માંરી નાખીશ. પછી તે માંણસ હોય કે પશુ: મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેમને બતાવીશ કે હું યહોવા છું.
તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું.
અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.”
તમે તમાંરા બાહુબળથી તેઓને મિસરમાંથી લઈ આવ્યા છો.
“આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે?
“દેવે પૃથ્વી પર માંનવીનું સર્જન કર્યું ત્યારથી માંડીને આજ સુધીના ઇતિહાસના પૃષ્ઠો તપાસી જાઓ, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળો અને પૂછો કે, પહેલાં કદી આ પ્રમાંણેની અદૃભૂત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
એટલે મેં તેમને પ્રાર્થના કરી, “હે યહોવા માંરા પ્રભુ, કૃપા કરીને તમાંરા લોકોનો, જેમને તમે અપનાવેલા છે, જેમને તમે તમાંરી મહાન શકિતથી છોડાવ્યા છે, જેમને તમે તમાંરા પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છો, તેમનો નાશ ન કરશો.
તમાંરે એમની જ સ્તુતિ કરવી, તે જ તમાંરા દેવ છે. તેમણે તમાંરા માંટે જે મહાન અને અદભૂત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે.
અને તમાંરે સ્મરણ કરવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને તમાંરા દેવ યહોવાએ તમને છોડાવ્યા હતા. તેથી જ હું આજે તમને આ આજ્ઞા કરું છું.
હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે! તમાંરા આશીર્વાદો કેવા મહાન છે! યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી. યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે. તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે. તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે, તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”
કનાનીઓને તથા દેશના બધા જ વતનીઓને આ બાબતની જાણ થવાની છે. તેઓ બધા અમને ઘેરી વળશે અને અમને અમાંરી ભૂમિ પરથી કાઢી નાખશે અને પૃથ્વી પરથી અમાંરુ નામનિશાન ભૂંસી નાખશે. તો પછી તમાંરા મહાન નામ વિષે શું કરશો?”
તમે તમાંરા લોકો ઇસ્રાએલીઓને તમાંરા પોતાના ગણ્યા અને સદાને માંટે તમાંરા પોતાના બનાવી અપનાવી લીધા છે, અને ઓ યહોવા, તમે પોતે તેઓના દેવ બન્યા છો.
પૃથ્વીના પટ પર તમારા ઇસ્રાએલી લોકો જેવા કોઇ લોકો છે ખરા, જેમનો ગુલામીમાંથી ઉધ્ધાર કરી, પોતાના કરી લેવા માટે દેવ જાતે ગયા હોય, જેમને માટે તમે મહાન અને ભીષણ કાર્યો કર્યા હોય, જેમને મિસરમાંથી છોડાવી લાવી તેમના માર્ગમાંથી અનેક પ્રજાઓને હાંકી કાઢી હોય?
“તેઓ તમારા સેવકો અને પ્રજા છે, જેઓને તમે તમારા મહાન સાર્મથ્ય વડે અને તમારાં બાહુબળથી બચાવ્યાં છે.
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા. કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે; અનેે તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી; અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી. યહોવાની સ્તુતિ થાઓ.
યહોવાના ઉપકારો હું સંભારીશ અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે તે માટે હું તેના ગુણગાન ગાઇશ. પોતાની અપાર કરુણા અને દયાથી પ્રેરાઇને તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા; તે મુજબ તે પોતાને માટે મહિમાવંત નામ કરવા માટે તમારા લોકોને દોર્યા.
તેં મિસરમાં ચમત્કારો અને અદભૂત કાર્યો કરી નામના મેળવી હતી અને ઇસ્રાએલમાં અને બીજી પ્રજાઓમાં આજ સુધી તું એમ કરતો રહ્યો છે.
મહાન ચમત્કારો અને મહાપરાક્રમ દર્શાવીને તથા શત્રુને ભયભીત કરીને તમે ઇસ્રાએલને મિસરની બહાર લઇ આવ્યા હતા.
પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો તે લોકો જેમની વચ્ચે વસતા હતા તેમની નજરમાં મારું નામ હલકું પડત, કારણ કે તેમના દેખતાં જ મેં જાહેર કર્યું હતું કે, ‘હું એ લોકને મિસરમાંથી બહાર લઇ જનાર છું.’
તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે?
તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.
પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:“તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.