દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
Cross references
પછી મૂસાએ અને ઇસ્રાએલના લોકોએ યહોવાના માંનમાં આ ગીત ગાયું:“હું યહોવાના માંનમાં ગાયન કરીશ, એણે મહાન વિજય પ્રાપ્ત કર્યો! સાગરની અંદર કઈક અશ્વોના અસવારને ડુબાડયાં,
મરિયમ તેમને ગવડાવતી હતી:“આપો આપો યહોવાને માંન, ગાઓ યહોવાના મહિમાં-ગાન, એનો વિજય છે કેવો મહાન! એની ફતેહ છે મહિમાંવાન, ડુબાડયા સમુદ્રને પેટાળ, એનાં ઘોડોને અસવાર.”ઇસ્રાએલપુત્રો અરણ્યમાં જાય છે
“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.
આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.
“દેવ કર્તા-હર્તા છે. તે લોકોને તેનાથી ડરે એવા. અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.
મારે શરણે પરદેશીઓ આવ્યાં છે. અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
પરદેશીઓ હિંમત ગુમાવી બેઠંા છે, અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
કારણ, યહોવા રાજા છે, અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો, રાષ્ટોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો, જેથી તેઓ તમારે શરણે આવે અને તમારા માટે ચાંદીની ભેટો લાવે, યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે, અને પરાત્પર દેવ તેઓના તારક છે.
જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ૂજશે; પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
યહોવા પૃથ્વીને ધ્રુજાવવા આવે ત્યારે લોકો તેના રોષથી અને તેના પ્રતાપના તેજથી બચવા પર્વતોની ગુફાઓમાં અને જમીનની ફાંટોમાં ભરાઇ જશે.
તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે; ક્રૂર લોકો તમને આધિન થશે અને તમારા નામનો મહિમા કરશે.
આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે ર્સજ્યા છે? જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે, તેની શકિત એટલી પ્રબળ છે કે તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.”
અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં, તેવા એક સમયે તમે જ્યારે નીચે અવતરણ કર્યું, અને પર્વતોએ તમને નિહાળ્યા ત્યારેે તેઓ ભયથી કંપી ઊઠયા!
પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.