હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે! તમાંરા આશીર્વાદો કેવા મહાન છે! યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી. યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે. તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે. તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે, તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”
Cross references
આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”
હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે. દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.
હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે! હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!
“આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે?
દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા, ખેતરોનો મોલ ખવડાવ્યો, ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ; આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.
જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.
ગિદિયોનના લશ્કરની ત્રણ ટુકડીઓએ રણશિંગડાં ફૂક્યા અને બરણીઓ ફોડી નાખી, પછી તેમના ડાબા હાથમાં મશાલો પકડી અને જમણા હાથમાં રણશિંગડા પકડયા જેથી તેઓ તેને ફૂંકી શકે પછી તેઓએ પોકાર કર્યો, “યહોવાનો જય, ગિદિયોનનો જય!”
“આ પૃથ્વી ઉપર તમાંરી ઇસ્રાએલી પ્રજા જેવા બીજા લોકો છે જેમને તમે ગુલામીમાંથી મુકિત અપાવી અને તમાંરા પોતાના લોકો બનાવ્યા? તમે મિસરમાં અમને ગુલામીમાંથી મુકત કર્યા. તમે અમને બીજા દેશો અને તેઓના દેવોમાંથી છોડાવ્યા, તમે મહાન અને અદ્ભૂત કાર્યો તમાંરી પ્રજા અને ઇસ્રાએલ માંટે કર્યા.
બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે. તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.
જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે, તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે. તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યુ છે.
મારે શરણે પરદેશીઓ આવ્યાં છે. અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
પરદેશીઓ હિંમત ગુમાવી બેઠંા છે, અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે. તેઓને ધન્ય છે.
અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે, અને તે અમારી ઢાલ છે.