Home Bibles 2 કાળવ્રત્તાંત 31:2 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 31:2 · ગુજરાતી બાઇબલ

તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય,

Cross references

1 કાળવ્રત્તાંત 16:4

યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા.

1 કાળવ્રત્તાંત 16:37

ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી.

1 કાળવ્રત્તાંત 16:40

તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું.

1 કાળવ્રત્તાંત 23:1

હવે દાઉદ ઘણો વૃદ્ધ થયો હતો તેથી તેણે તેના પુત્ર સુલેમાન પાસે ઇસ્રાએલના રાજા તરીકે રાજ્ય કરવાનું શરૂ કરાવ્યું.

1 કાળવ્રત્તાંત 23:6

પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.

1 કાળવ્રત્તાંત 23:28

લેવીઓને સોંપાયેલા કામ; યાજકોને એટલે હારુનના વંશજોને મંદિરમાં બલિદાનની વિધિમાં મદદ કરવી. આંગણાઓની તેમજ ઓરડાઓની જવાબદારી યહોવાના પવિત્ર મંદિરમાંની પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં મદદ કરવી.

1 કાળવ્રત્તાંત 24:1

હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.

1 કાળવ્રત્તાંત 24:24

ઉઝઝીયેલના વંશજ મીખાહનો પુત્ર શામીર;

1 કાળવ્રત્તાંત 25:1

દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે;

1 કાળવ્રત્તાંત 25:25

અઢારમી હનાનની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.

1 કાળવ્રત્તાંત 26:26

એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.

2 કાળવ્રત્તાંત 5:11

બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં ન હતાં.

2 કાળવ્રત્તાંત 8:14

તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી.

2 કાળવ્રત્તાંત 23:8

મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા.

2 કાળવ્રત્તાંત 24:14

બધું જ કામ પૂરું થતાં તેઓ વધેલાં નાણાં રાજાની અને યહોવાની આગળ લઇ આવ્યા, અને તેમાંથી મંદિરમાં પૂજા માટે વાપરવાના વાસણો અને બીજાં સોનાચાંદીના વાસણો મંદિર માટે બનાવડાવવામાં આવ્યાં. યહોયાદા જીવ્યો ત્યાં સુધી મંદિરમાં હંમેશા દહનાર્પણ અપાતાં રહ્યાં.

2 કાળવ્રત્તાંત 29:24

યાજકોએ તેમનો વધ કરી તેમનું લોહી સમગ્ર ઇસ્રાએલના પાપના પ્રાયશ્ચિત રૂપે વેદી ઉપર છાંટયું. રાજાનું એવું ફરમાન હતું કે, આખા ઇસ્રાએલ તરફથી દહનાર્પણ તેમજ પાપાર્થાર્પણ બંને ચઢાવવા. તે મુજબ આ થયું.

2 કાળવ્રત્તાંત 31:17

યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.

2 કાળવ્રત્તાંત 35:2

તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.

એઝરા 6:18

ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.

નહેમ્યા 11:17

અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.

ગીતશાસ્ત્ર 134:1

હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો.

ચર્મિયા 33:11

વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે,”સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર” લોકો આ પ્રમાણે કહેશે.કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ. આ યહોવાના વચન છે.

લૂક 1:5

યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅમાનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી.

Interlinear

Choose Theme