દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે;
Cross references
ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે,
રાજાએ એ લાકડું યહોવાના મંદિર અને તેના પોતાના મહેલના પાયા બનાવવા માંટે અને સંગીતકારો માંટે વાજિંત્રો બનાવવામાં વાપર્યુ હતું; ત્યાર પછી એવું લાકડું ક્યારેય લવાયું નથી, કે જોવામાં સુદ્ધાં આવ્યું નથી.
હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.”અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.
લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.
ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ - શમુએલનો પુત્ર;
હેમાનનો મદદનીશ, અને સાથીદાર આસાફ હતો, તે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફના પૂર્વજો: તેનો બેરેખ્યાનો પુત્ર, તેનો શિમઆનો પુત્ર હતો.
હેમાનનો બીજો મદદનીશ એથાન મરારીનો વંશજ હતો. તે હેમાનને ડાબે હાથે ઊભો રહેતો હતો. એથાનના પૂર્વજો: તેનો કીશીનો પુત્ર, તેનો આબ્દીનો પુત્ર, તેનો માલ્લૂખનો પુત્ર હતો.
તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;
દાઉદ અને બધા ઇસ્રાએલીઓ દેવની સમક્ષ વીણા, સારંગી, ખંજરી, ઝાંઝ અને રણશીંગડા વગાડીને જોરશોરથી નાચતા અને ગાતા હતા.
પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.
આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા;
આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.
યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા.
તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા.
દાઉદે ઇસ્રાએલના બધા આગેવાનોને, યાજકોને અને લેવીઓને બોલાવ્યા.
ચાર હજારને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યા અને 4,000ને દાઉદે બનાવેલા વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ ગાવા માટે નિયુકત કરવામાં આવ્યા.”
બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.
યદૂથૂનના છ પુત્રો હતા: ગદાલ્યા, સરી, યશાયા, શિમી, હશાબ્યા અને માત્તિથ્યા. એ છ પોતાના પિતા યદૂથૂનની આગેવાની હેઠળ વીણા વગાડતાં અને ભવિષ્યવાણી કરતા, અને તેઓ યહોવાનો આભાર માનતા અને તેની સ્તુતિ કરતાં હતા.
પ્રથમ ચિઠ્ઠી આસાફના સમૂહની નીકળી: એમાં કુલ બાર માણસો હતા જેમાં યૂસફ, તેના ભાઇઓ અને પુત્રોનો સમાવેશ થતો હતો.બીજી ચિઠ્ઠી ગદાલ્યાની: તેના ભાઇઓની અને પુત્રોની નીકળી; તેઓ કુલ બાર હતા.
તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.
તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી.
અથાલ્યા રાણીના શાસનકાળના સાતમા વષેર્ યહોયાદાએ હિંમતવાન બનીને યહોરામના પુત્ર અઝાર્યાને, યહોહાનાન પુત્ર ઇશ્માએલને, ઓબેદનો પુત્ર અઝાર્યાને, અદાયાના પુત્ર માઅસેયાને, તથા ઝિખ્રીના પુત્ર અલીશાફાટને, અને બીજાઓને બોલાવડાવી તેમની સાથે કોલકરાર કર્યા.
પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં;
ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા.
આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા; ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન;
અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ; આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ; યદૃૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ,
યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, આ વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, આ માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી.
તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય,
એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા.
ગવૈયાઓ: આસાફના વંશજો 128
જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા.
ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.
અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
લેવીઓના મુખ્ય આગેવાનો આ પ્રમાણે હતા, હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ, તથા તેઓના સગાંવહાંલા. આ સમૂહો સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના સમયે ઇશ્વર ભકત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તુતિના ગીત ગાતા હતા.
યરૂશાલેમની દીવાલની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢયા અને તેમને, દેવની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ યરૂશાલેમમાં લાવે, તેઓએ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી.
તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.
તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ પોતાના દેવની સેવા કરી, તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે લોકોને પવિત્ર કર્યા.
ઢોલક અને સિતાર અને મધુર વીણા સાથે તેમના સ્તુતિ-ગાન ગાઓ.
રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો, નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.