લૂક 1:5 · ગુજરાતી બાઇબલ
યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅમાનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી.
Cross references
1 કાળવ્રત્તાંત 24:10
સાતમું સમૂહ હાક્કોસનું હતું; આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;
1 કાળવ્રત્તાંત 24:19
આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.
નહેમ્યા 12:4
ઇદ્દો, ગિન્નથોઇ, અબિયા,
નહેમ્યા 12:17
અબિયા ગોત્રનો આગેવાન ઝિખ્રી; મિન્યામીન તથા મોઆદ્યા ગોત્રનો આગેવાન પિલ્ટાય.
માથ્થી 2:1
ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદરાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા.