Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 23:6 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 23:6 · ગુજરાતી બાઇબલ

પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.

Cross references

નિર્ગમન 6:16

લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.

ગણના 3:3

એમનો યાજકો તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમને યાજકના અધિકારો આપવામાં આવ્યા હતા.

ગણના 3:17

લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,

ગણના 4:4

કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.

ગણના 26:57

લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,

1 કાળવ્રત્તાંત 6:1

લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.

1 કાળવ્રત્તાંત 6:16

લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.

1 કાળવ્રત્તાંત 24:1

હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.

1 કાળવ્રત્તાંત 26:1

કોરાહ કુટુંબમાંથી દ્વારપાળોના સમૂહ નીચે પ્રમાણે હતા: આસાફના વંશજોના કોરાહનો પુત્ર મશેલેમ્યા.

2 કાળવ્રત્તાંત 8:14

તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી.

2 કાળવ્રત્તાંત 29:25

યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, આ વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, આ માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી.

2 કાળવ્રત્તાંત 31:2

તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય,

2 કાળવ્રત્તાંત 35:4

ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી

2 કાળવ્રત્તાંત 35:10

સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો;

એઝરા 6:18

ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.

Interlinear

Choose Theme