Home 1 કાળવ્રત્તાંત 8 · ગુજરાતી બાઇબલ

1 કાળવ્રત્તાંત

Chapter 8

ગુજરાતી બાઇબલ
1બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ:
2ચોથો નોહાહને પાંચમો રાફા હતો.
3બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,
4અબીશૂઆ, નામાન, અહોઆહ;
5શફૂફાન અને હૂરામ.
6એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.
7તેઓનાં નામ આ પ્રમાણે છે: નામાન, અહિયા, ગેરા (જેણે તેઓને દેશવટો અપાવ્યો), ઉઝઝી અને અહીહૂદનો પિતા હતો.
8શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બાઅરાને છૂટાછેડા આપી દીધા, પણ મોઆબ દેશમાં
9તેની નવી પત્ની હોદેશથી યોબાબ, સિલ્યા, મેશા, માલ્કામ,
10યેઉસ, શાખ્યા અને મિર્માહનો જન્મ થયો. આ તેના પુત્રો તેમના કુટુંબોના આગેવાનો બન્યા.
11તેની પત્ની હુશીમથી અબીટુબ અને એલ્પાઆલ થયા હતા.
12એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં;
13તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.
14એલ્પાલનાં પુત્રો: આહ્યો શાશાક અને યેરેમોથ,
15બરીઆહના પુત્રો: ઝબાધા, અરાદ, એદેર,
16મિખાએલ, યિશ્પાહ અને યોહા.
17એલ્પાઆલના પુત્રો હતો: ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર.
18યિશ્મરાય, યિઝલીઆહ, અને યોબાબ,
19શિમઇના પુત્રો: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
20અલીએનાય, સિલ્લાથાય, અલીએલ,
21અદાયા, બરાયા, અને શિમ્રાથ.
22શાશાકનાં પુત્રો: યિશ્પાન, એબેર, અલીએલ,
23આબ્દોન, ઝિખ્રી, હાનાન,
24હનાન્યા, એલામ,
25આન્થોથીયા યિફદયા અને પનુએલ.
26યરોહામનાં પુત્રો હતો: શામ્શરાય,
27શર્હાયા,અથાલ્યા, યાઅરેશ્યા, એલિયા અને ઝિખ્રી.
28આ બધાં તેમના સમયમાં કુટુંબોના આગેવાનો હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.
29ગિબયોનના પિતા યેઇએલગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું.
30તેનાં પુત્રો: જયેષ્ઠ પુત્ર આબ્દોન, સૂર, કીશ બઆલ, નાદાબ,
31ગદોર, આહ્યો, ઝેખેર,
32અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.
33નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.
34યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.
35મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તારેઆ અને આહાઝ.
36આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો.
37મોસા બિનઆનો પૂર્વજ હતો, બિનઆના પુત્રો: રાફાહ, શફાહનો પુત્ર એલઆસાહ, એલઆસાહનો પુત્ર આસેલ.
38આસેલના છ પુત્રો હતા; આઝીર્કામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
39આસેલના ભાઇ એશેકના પુત્રો: જયેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ ને ત્રીજો અલીફેલેટ.
40ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 જેટલા હતા. એ સર્વ બિન્યામીન વંશજો હતા.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme