1 કાળવ્રત્તાંત
Chapter 27
ગુજરાતી બાઇબલ1રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા.
2પહેલા મહિનાની ટૂકડીનો 24,000 માણસોના જૂથનો નાયક, ઝાબ્દીએલનો પુત્ર યાશોબઆમ હતો.
3તે પેરેસનો વંશજ હતો. દર વષેર્ પ્રથમ માસની જવાબદારી તેની હતી.
4બીજા મહિનાની ટૂકડીનો નાયક અહોહીના વંશનો દોદાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
5ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.
6આ બનાયા 30 શૂરવીરોમાં મુખ્ય હતો. એનો પુત્ર અમીજાબાદ એની ટોળીનો હતો.
7ચોથા મહિનાની ટૂકડીનો નાયક યોઆબનો ભાઇ અસાહેલ હતો. એના પછી એનો પુત્ર ઝબાદ્યા એની જગ્યાએ આવ્યો હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
8પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
9છઠ્ઠા મહિનાની ટૂકડીનો નાયક તકાંઓનો ઇક્કેશનો પુત્ર ઇરા તેના હાથ નીચે 24,000 માણસો હતા.
10સાતમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમના વંશજ પલોનનો હેલેસ હતો જેના હાથ નીચે 24,000 માણસો હતા.
11આઠમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહ સમૂહનો હુશાનો સિબ્બખાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
12નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
13દશમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહના વંશજ નટોફાનો માહરાય હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.
14અગિયારમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમ કુલસમૂહનો પિરઆથોનનો બનાયા હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
15બારમા મહિનાની ટૂકડીનો નાયક ઓથ્નીએલનો વંશજ નટોફાનો હેલેદ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
16ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી:રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર; શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા;
17લેવીના કુલ પર કમુએલનો પુત્ર હશાબ્યા; હારુનના વંશજો પર સાદોક;
18યહૂદિયાના કુલ સમૂહ પર દાઉદ રાજાનો ભાઇ અર્લાહૂ; ઇસ્સાખારના કુલ સમૂહ પર મિખાયેલનો પુત્ર ઓમ્રી;
19ઝબુલોનના કુલ પર ઓબાદ્યાનો પુત્ર યિશ્માયા; નફતાલીના કુલ પર આઝીએલનો પુત્ર યરેમોથ;
20એફ્રાઇમના કુલ પર અઝાઝયાનો પુત્ર હોશિયા; મનાશ્શાના અર્ધકુલ પર પદાયાનો પુત્ર યોએલ,
21ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ;
22દાનના કુલસમૂહ પર યરોહામનો પુત્ર અઝારએલ. તેઓ ઇસ્રાએલનાં કુલોના અધિકારીઓ હતા
23દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષથી નીચેનાની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણકે યહોવાએ ઇસ્રાએલીઓની સંખ્યા આકાશના તારા જેટલા અગણિત બનાવવાનું વચન આપ્યું હતું.
24સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા
25અદીયેલનો પુત્ર અઝમાવેથ રાજાનો કોઠાર સંભાળતો હતો. ઉઝિઝયાનો પુત્ર યોનાથાન જિલ્લાનાં નગરોના, ગામડાંના અને કિલ્લાઓના ભંડાર સંભાળતો હતો.
26કલૂબનો પુત્ર એઝીર્, જેઓ ખેતરમાં કામ કરતાં હતા તેની પર દેખરેખ રાખતો હતો;
27રામાથી શિમઇ દ્રાક્ષારસની વાડીઓ પર દેખરેખ રાખતો હતો; શેફમનો ઝબ્દી દ્રાક્ષારસના ભંડાર પર દેખરેખ રાખતો હતો;
28ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો; યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો;
29શારોનનો શિટાય શારોનના મેદાનમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો; શાફાટ તે અદલાયનો પુત્ર હતો, ને ખીણોમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો,
30ઇશ્માએલી ઓબીલ ઊંટોની સંભાળ રાખતો હતો. મેરોનોથી યેહદયા ગધેડાંની સંભાળ રાખતો હતો;
31હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો.આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા.
32દાઉદના કાકા યોનાથાન નિપુણ સલાહકાર અને એક લહિયો હતો. હાખ્મોનીના પુત્ર યહીયેલ રાજાના પુત્રોની સાથે હતો.
33અહીથોફેલ રાજાનો સલાહકાર હતો; અને હૂશાય આકીર્ રાજાનો મિત્ર હતો.
34બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.