1 કાળવ્રત્તાંત
Chapter 25
ગુજરાતી બાઇબલ1દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે;
2આસાફના પુત્રો હતા; ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશ્શારએલાહ. આ બધા આસાફના પુત્રો હતા અને તે તેઓનો આગેવાન હતો. તે રાજાની સૂચના મુજબ દેવની ભવિષ્યવાણી કરતો હતો.
3યદૂથૂનના છ પુત્રો હતા: ગદાલ્યા, સરી, યશાયા, શિમી, હશાબ્યા અને માત્તિથ્યા. એ છ પોતાના પિતા યદૂથૂનની આગેવાની હેઠળ વીણા વગાડતાં અને ભવિષ્યવાણી કરતા, અને તેઓ યહોવાનો આભાર માનતા અને તેની સ્તુતિ કરતાં હતા.
4હેમાનના પુત્રો: બુક્કીયા, માત્તાન્યા, ઉઝઝીએલ, શબુએલ, યરીમોથ, હનાન્યા, હનાની, અલીઆથાહ, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યેશ્બકાશાહ, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.
5દેવે પોતે વચન આપ્યા મુજબ રાજાના ષ્ટા હેમાનને તેનું ગૌરવ વધારવા ચૌદ પુત્રો અને ત્રણ પુત્રી આપ્યાં હતા.
6એ બધા પોતપોતાના પિતાની આગેવાની હેઠળ, યહોવાના મંદિરમાં સારંગી, વીણા અને ઝાંઝની સંગાથે ગાતા અને રાજાએ સોંપેલા કામ મુજબ દેવના મંદિરમાં સેવા બજાવતા.
7યહોવાના કીર્તન ગાવાની તાલીમ પામેલા તેમના કુટુંબીઓ બીજા લેવીઓ સાથે ગણાતાં કુશળ સંગીતકારોની કુલ સંખ્યા 288 ની હતી.
8કામની વહેંચણી માટે જુવાન ઘરડા, ઉસ્તાદ અને શાગીર્દ સૌએ ચિઠ્ઠી નાખી હતી.
9પ્રથમ ચિઠ્ઠી આસાફના સમૂહની નીકળી: એમાં કુલ બાર માણસો હતા જેમાં યૂસફ, તેના ભાઇઓ અને પુત્રોનો સમાવેશ થતો હતો.બીજી ચિઠ્ઠી ગદાલ્યાની: તેના ભાઇઓની અને પુત્રોની નીકળી; તેઓ કુલ બાર હતા.
10ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની: તેના પુત્રોની અને તેના ભાઇઓની નીકળી. તેઓ કુલ બાર હતા.
11ચોથી ચિઠ્ઠી મિસ્રીની: તેના પુત્રોની અને તેના ભાઇઓની નીકળી. જે બધાં કુલ મળીને બાર હતા.
12પાંચમી ચિઠ્ઠી નથાન્યાની: તેના ભાઇઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
13છઠ્ઠી બુક્કીયાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
14સાતમી યશારએલાહની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
15આઠમી યશાયાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
16નવમી મત્તાન્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
17દશમી શિમઇ: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
18અગિયારમી અઝારએલ: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
19બારમી હશાબ્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
20તેરમી શુબાએલની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
21ચૌદમી માત્તિથ્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
22પંદરમી યરેમોથની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
23સોળમી હનાન્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
24સત્તરમી યોશ્બકાશાહની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
25અઢારમી હનાનની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
26ઓગણીશમી માલ્લોથીની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
27વીસમી અલીયાથાહની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
28એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
29બાવીસમી ગિદ્દાલ્તીની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
30ત્રેવીસમી માહઝીઓથની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
31ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.