દાઉદે પોતાના મનમાં વિચાર કર્યો, “કોઈ દિવસ શાઉલ મને માંરી નાખશે, એટલે હું પલિસ્તીઓના પ્રદેશમાં નાસી જાઉં એ જ ઉત્તમ છે. તો શાઉલ માંરી આશા છોડી દેશે; અને આખા ઇસ્રાએલમાં માંરી શોધ કરવાનું માંડી વાળશે અને હું સુરક્ષિત રહી શકીશ.”
Cross references
અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો? આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.”
યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”
યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.
દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”
દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો.
રાજાના સેવકોએ આખીશને કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? એને વિષે જ લોકો નાચતાં નાચતાં ગાતાં નહોતા કે,“શાઉલે હજારોને સંહાર્યા છે,પણ દાઉદે તો લાખોને?”
પણ ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું કે, “કિલ્લાની અંદર રહીશ નહિ. યહૂદાના પ્રદેશમાં જા” આથી દાઉદ કિલ્લામાંથી નીકળીને હેરેથના જંગલમાં ચાલ્યો ગયો.
તેણે કહ્યું, “ગભરાઈશ નહિ. માંરા પિતા તને ઇજા કરી શકે તેમ નથી. તું ઇસ્રાએલનો રાજા થનાર છે, માંરું સ્થાન તારા પદ્ધી હશે. માંરા પિતા એ જાણે છે.”
અને જયારે યહોવા આપનું ભલું કરવાનાં બધાં વચનો પૂરાં કરશે અને આપને દેવ ઇસ્રાએલના રાજા બનાવશે,
આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.”
થોડા સમય પછી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ સામે લડવા લશ્કર ભેગું કર્યું, અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માંણસોએ માંરી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે ખચીત જાણવું.
જયારે પલિસ્તીઓ અને તેઓના સરદારો પોતાની સો સો અને હજાર હજારની પલટણો લઈને કૂચ કરતા હતા ત્યારે દાઉદ અને તેના માંણસો આખીશ રાજાની સાથે લશ્કરના પાછલા ભાગે કૂચ કરતા હતા.
યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે.
આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.”
તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો.
એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”
હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે, “સર્વ માણસો જૂઠાઁ છે.”
તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.
તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે, હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે, “મારા માર્ગની યહોવાને ખબર નથી, હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”
ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે.
તરત જ ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તારો વિશ્વાસ ઘણો ઓછો છે. અને તેં શા માટે શંકા કરી?”
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ‘તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?’
જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમને આરામ મળ્યો નહિ, અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. બાહ્ય રીતે લડાઈઓ હતી, પરંતુ આંતરીક રીતે અમે ભયભીત હતા.