Home Bibles 1 શમુએલ 29:2 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 29:2 · ગુજરાતી બાઇબલ

જયારે પલિસ્તીઓ અને તેઓના સરદારો પોતાની સો સો અને હજાર હજારની પલટણો લઈને કૂચ કરતા હતા ત્યારે દાઉદ અને તેના માંણસો આખીશ રાજાની સાથે લશ્કરના પાછલા ભાગે કૂચ કરતા હતા.

Cross references

યહોશુઆ 13:3

મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,

1 શમુએલ 5:8

આથી તેમણે સર્વ પલિસ્તી રાજાઓને બોલાવ્યા અને કહ્યું, “ઇસ્રાએલીઓના દેવના પવિત્રકોશ સાથે આપણે શું કરીશું?”શાસનકર્તાઓએ કહ્યું, “તેને ગાથ ખસેડો.” તેથી તેઓ તેને ગાથ લઈ ગયા.

1 શમુએલ 6:4

પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?”તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા.

1 શમુએલ 28:1

થોડા સમય પછી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ સામે લડવા લશ્કર ભેગું કર્યું, અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માંણસોએ માંરી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે ખચીત જાણવું.

1 શમુએલ 29:6

આખીશે દાઉદને તેડાવ્યા બાદ કહ્યું, “હું તમને યહોવાના નામે કહું છું કે તું મને વફાદાર છે. તને માંરી સેનામાં નોકરીમાં રાખવા મને પ્રસન્નતા થશે. જ્યારથી તું માંરી સૅંથે જોડાયો છે, મને તારામાં કોઇ દોષ દેખાયો નથી. તું એક સારો અને બહાદુર મૅંણસ છે. હું માંનું છું કે તારે અમાંરી સૅંથે આવવું જોઈએ. પણ અમલદારો તને માંન્ય રાખતા નથી.

Interlinear

Choose Theme