ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે.
Cross references
ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.”
પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.
તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.”
તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.”‘
યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો, જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે, અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.
હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે; સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે! મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.
યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે; કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું; તમારો નિયમ એ જ મારો આનંદ છે.
તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચન પર આધાર રાખું છું.
“અને તેને કહે કે, ‘મક્કમ રહેજે. ગભરાઇશ નહિ અને હિંમત હારીશ નહિ અરામી રસીન અને રમાલ્યાનો પુત્ર તો ઓલવાઇ જતી મશાલ જેવા છે, તેમના ગુસ્સાથી તમે ડરશો નહિ.
પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.
કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.
આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય.
લોકો તમારામાં રસ દાખવે તે સારું છે, જો તેમનો હેતુ શુદ્ધ હોય તો. આ હમેશા સાચું છે. આ હું તમારી સાથ હોઉં કે તમારાથી દૂર હોઉં, સાચું છે.
કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું.
માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે.
તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો.