યહૂદાના લોકોએ યહોવાની નજરમાં પાપ ગણાય એવું આચરણ કર્યુ, તેમણે પૂર્વજોએ કરેલાં પાપોથી પણ વધુ પાપો કરી યહોવાનો કોપ વહોરી લીધો.
Cross references
દેવ તો ભસ્મ કરી નાખનાર અગ્નિરૂપ છે. એ તો સંપૂર્ણ નિષ્ઠા માંગનાર દેવ છે, તે મૂર્તિ પૂજા સહન નહિ કરે.
અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’
અન્ય દેવોની કરી પૂજા, યહોવામાં ઇર્ષ્યા જગાડી; ધૃણાજનક આચારો પાળી દેવનો રોષ વહોર્યો.
આમ ઈસ્રાએલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા. પોતાના દેવ યહોવાને છોડી બઆલ દેવ અને અશેરોથની પૂજા કરવા લાગ્યા.
ત્યારબાદ ફરી એકવાર ઈસ્રાએલીઓએ તેમના વર્તન દ્વારા યહોવા સામે પાપ કરવાનું શરું કર્યુ, તેથી યહોવાએ મોઆબના રાજા એગ્લોનને શક્તિશાળી બનાવ્યો અને તેને ઈસ્રાએલીઓ સામે મોકલ્યો.
એહૂદના મૃત્યુ પછી ઈસ્રાએલી પ્રજાએ ફરી એક વાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું.
તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે.
ઓમ્રીના પુત્ર આહાબે યહોવાની નજરે અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. અને પોતાના બધા પૂર્વજો કરતાં પણ તે વધારે ખરાબ નીવડયો.
યહૂદાના લોકોએ પણ પોતાના યહોવા દેવની આજ્ઞાઓની અવજ્ઞા કરી અને ઇસ્રાએલીઓના દુષ્ટ માગોર્નું તેઓએ અનુકરણ કર્યુ.
“યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે.
જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.
યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ.
તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
સતત મારા મોઢા આગળ મને ગુસ્સો ચડે એવું કરે છે. તેઓ ઉપવનોમાં જઇને બીજા દેવોને બલિદાન આપે છે, અને તેમની વેદી પર ધૂપ ચઢાવે છે
મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે, પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે.
છતાં તમે મારું સાંભળ્યું નથી. ધ્યાન આપ્યું નથી. અને હઠીલા થઇને તમારા પિતૃઓ કરતાં પણ વધારે બંડખોર થઇને ર્વત્યા છો.
તેમને પગલે ચાલી તેમનાં જેવા અધમ કૃત્યો કરી તું તૃપ્ત થઇ નથી; થોડી જ વારમાં તું તેમના કરતાં પણ વધારે ખરાબ રીતે વર્તવા લાગી.
શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના!