Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 12:14 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 12:14 · ગુજરાતી બાઇબલ

યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ.

Cross references

પુનર્નિયમ 5:29

તે લોકોની વૃત્તિ હંમેશા આવી રહે અને તેઓ માંરાથી ડરતા રહે અને માંરી આજ્ઞાઓનું પાલન કરતા રહે તો કેવું સારું! તે લોકો અને તેમનાં સંતાનો પેઢી દર પેઢી સુખી રહે.

1 શમુએલ 7:3

શમુએલે બધા ઇસ્રાએલીઓને કહ્યું, “તમે જો હૃદયપૂર્વક યહોવાની તરફ વળશો તો તમાંરે બીજા દેવોની પ્રતિમાંઓ અને આશ્તારોથની મૂર્તિઓ કાઢી નાખવી પડશે; તમાંરે સંપૂર્ણપણે યહોવાને સમપિર્ત થવું પડશે અને માંત્ર યહોવાની સેવા કરવી પડશે! તો યહોવા તમાંરું પલિસ્તીઓથી રક્ષણ કરશે.”

1 કાળવ્રત્તાંત 29:18

હે યહોવા અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ, તમારા લોકોનાં હૃદયમાં આવી ભકિત સદા ઢ રાખોે અને તેમના હૃદયને તમારા પ્રત્યે સમપિર્ત રાખશે.

2 કાળવ્રત્તાંત 11:16

ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા.

2 કાળવ્રત્તાંત 19:3

જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”

2 કાળવ્રત્તાંત 30:19

“કૃપાળુ યહોવા જે કોઇ પોતાના પિતૃઓના દેવ યહોવાની અંત:કરણથી ઉપાસના કરે છે તેના દોષ માફ કરો- પછી ભલે તેણે વિધિપૂર્વક દેહશુદ્ધિ ન કરી હોય.”

ગીતશાસ્ત્ર 57:7

હે દેવ! મારું હૃદય તૈયાર છે, મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવ સ્તોત્રો ગાઇશ.

ગીતશાસ્ત્ર 78:8

વળી તેઓ પોતાના પિતૃઓ જેવા હઠીલા, બંડખોર, અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ સોંપવાનો નકાર કરનાર ન થાય.

ગીતશાસ્ત્ર 78:37

તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા; તેઓ કરારને વફાદાર નહોતા.

ગીતશાસ્ત્ર 105:3

તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો; યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.

યશાયા 45:19

હું કંઇ અંધકારના પ્રદેશના કોઇ ખૂણામાંથી ગુપ્ત રીતે બોલ્યો નથી; હું જાહેરમાં કહું છું: “મેં ઇસ્રાએલના લોકોને એમ નહોતું કહ્યું કે, ‘મને શૂન્યમાં શોધજો.’ હું યહોવા સાચું અને ચોખ્ખેચોખ્ખું બોલું છું.”

યશાયા 55:6

યહોવા મળે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને બોલાવો.

યર્મિયાનો વિલાપ 33:31

એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.

Interlinear

Choose Theme