Home Bibles ન્યાયાધીશો 4:1 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 4:1 · ગુજરાતી બાઇબલ

એહૂદના મૃત્યુ પછી ઈસ્રાએલી પ્રજાએ ફરી એક વાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું.

Cross references

લેવીય 26:23

“આમ છતાં પણ જો તમાંરું પરિવર્તન નહિ થાય અને તમે નહિ સુધરો અને માંરી વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો;

ન્યાયાધીશો 2:11

તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.

ન્યાયાધીશો 2:19

ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને પોતાના પિતૃઓથી પણ વધારે ભ્રષ્ટ થઈ ગયાં, તેઓ અન્ય દેવની પૂજા કરતાં, તેમને પગે લાગતા; તેઓએ પોતાના દુષ્ટ માંર્ગોથી પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો.

ન્યાયાધીશો 3:7

આમ ઈસ્રાએલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા. પોતાના દેવ યહોવાને છોડી બઆલ દેવ અને અશેરોથની પૂજા કરવા લાગ્યા.

ન્યાયાધીશો 3:12

ત્યારબાદ ફરી એકવાર ઈસ્રાએલીઓએ તેમના વર્તન દ્વારા યહોવા સામે પાપ કરવાનું શરું કર્યુ, તેથી યહોવાએ મોઆબના રાજા એગ્લોનને શક્તિશાળી બનાવ્યો અને તેને ઈસ્રાએલીઓ સામે મોકલ્યો.

ન્યાયાધીશો 6:1

ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.

ન્યાયાધીશો 10:6

ફરી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલદેવની અને અશેરાદેવીની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓનાં દેવદેવીઓની પૂજા કરવા માંડી, તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યુ.

નહેમ્યા 9:23

વળી તેં તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી, અને જે દેશ વિષે તેં તેઓના પૂર્વજોને કહ્યું હતું કે, તેઓ તેમાં પ્રવેશ કરીને તેમની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તું તેઓને લાવ્યો.

ગીતશાસ્ત્ર 106:43

યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી; છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ; અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.

ચર્મિયા 5:3

હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો. તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો. તમે તેઓને શિક્ષા કરી પણ તેઓ સુધર્યા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી. અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે. તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.

Interlinear

Choose Theme