Home Bibles 2 રાજઓ 21:11 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 21:11 · ગુજરાતી બાઇબલ

“યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે.

Cross references

ઊત્પત્તિ 15:16

ચાર પેઢીઓ પછી તારા વંશજો આ પ્રદેશમાં પાછા આવશે. તે સમયે તમાંરા લોકો અમોરીઓને હરાવશે.” અહીં રહેનારા અમોરીઓને સજા કરવા માંટે હું તમાંરા લોકોનો જ ઉપયોગ કરીશ. આ ઘટના ભવિષ્યમાં બનશે કારણ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી.”

1 રાજઓ 14:16

યહોવા ઇસ્રાએલીઓને છોડી દેશે. કારણ કે યરોબઆમે પોતે પાપ કર્યુ છે અને પોતાની સાથે સર્વ ઇસ્રાએલી લોકોને પણ પાપ કરવા માંટે દોરી ગયો છે, ને પાપ કરાવ્યા છે.”

1 રાજઓ 15:30

આ બધું બન્યું કારણકે યરોબઆમે પાપ કર્યું, અને ઇસ્રાએલીઓને પણ પાપ કરવા પ્રેર્યા અને આમ તેણે ઇસ્રાએલના દેવ યહોવાને ખુબ ગુસ્સે કર્યા.

1 રાજઓ 16:19

યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કરી તેણે જે પાપ કર્યું હતું તથા તેણે આચરેલા દુષ્કૃત્યોનું આ ફળ હતું. તે યરોબઆમને પગલે ચાલ્યો હતો. તેણે યરોબઆમની જેમ પાપ કર્યુ હતું, અને ઇસ્રાએલીઓ પાસે પણ પાપ કરાવ્યું હતું.

1 રાજઓ 21:26

જે રીતે અમોરીઓએ મૂર્તિઓની પૂજા કરી હતી તે રીતે આહાબે પણ કરી. જો કે ઇસ્રાએલીઓને જમીન આપવા માંટે યહોવાએ અમોરીઓને હાંકી કાઢયાં હતાં.

2 રાજઓ 21:2

યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું જેવી કે પ્રજાઓ દ્વારા કરાતી તિરસ્કૃત વસ્તુઓ જેને યહોવાએ હાંકી કાઢી હતી જ્યારે યહોવાએ તેમની જમીન ઇસ્રાએલીઓને આપી દીધી હતી.

2 રાજઓ 21:9

પણ તે લોકોએ સાંભળ્યું નહિ અને મનાશ્શાએ તેમની પાસે હજુ ખરાબ કામો કરાવ્યા જે ઇસ્રાએલીઓ પહેલાની પ્રજા જેનો યહોવાએ વિનાશ કર્યો હતો.

2 રાજઓ 21:16

વળી મનાશ્શાએ યરૂશાલેમ લોહીથી છલોછલ ભરાઈ જાય એટલું બધું નિદોર્ષોનું લોહી રેડયું હતું. ઉપરાંત, તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી, યહૂદાવાસીઓને જે પાપ કરવા પ્રેર્યા તે તો જુદું.”

2 રાજઓ 21:21

તેના પિતાની જેમ તેણે પણ ભૂંડાઈથી રાજ કર્યુ, તેણે એ જ મૂર્તિઓની પૂજા ચાલુ રાખી.

2 રાજઓ 23:26

તેમ છતાં મનાશ્શાના ખરાબ કૃત્યોને કારણે યહૂદા વિરૂદ્ધ યહોવાને ચઢેલો ભારે રોષ હજુ શમ્યો ન હતો.

2 રાજઓ 24:3

યહૂદાની આવી સ્થિતી એક જ કારણથી થઈ હતી.

1 કાળવ્રત્તાંત 1:14

યબૂસી, અમોરી, ગિર્ગાશી;

ચર્મિયા 15:4

હિઝિક્યાના પુત્ર, યહૂદિયાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તમને આકરી શિક્ષા કરીશ. અને તમને કરવામાં આવેલી શિક્ષાને લીધે પૃથ્વીના સર્વ લોકો ભયભીત થશે.”‘

યર્મિયાનો વિલાપ 5:6

પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”

યર્મિયાનો વિલાપ 16:3

તેને કહે કે, ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:’ તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી હતા અને માતા હિત્તી હતી.

યર્મિયાનો વિલાપ 16:45

સાચે જ તું તારી માની દીકરી છે. જેણે તેના પતિને અને તેના સંતાનોને ધિક્કાર્યા હતાં. તું તારી બહેનોની સાચી બહેન છે, જેઓએ પોતાનાં પતિને અને સંતાનોને ધિક્કાર્યા હતાં. તમે બધી જ હિત્તી મા અને અમોરી પિતાની પુત્રીઓ છો.

Interlinear

Choose Theme