જયારે હદાદને મિસરમાં સમાંચાર મળ્યા કે દાઉદ ચિરનિંદ્રામાં પોઢી ગયો છે, અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને માંરા પોતાના દેશમાં પાછો જવા દો.”
Cross references
પછી તેણે પોતાના ભાઈઓને વિદાય આપી. વિદાય આપતી વખતે તેણે તેઓને કહ્યું, “માંર્ગમાં ઝઘડો કરશો નહિ.”
તે સમયે મૂસા મિધાનમાં હતો. દેવે તેને કહ્યું, “આ સમયે તારા માંટે મિસર જવું સુરક્ષિત છે. જે વ્યક્તિઓ તને માંરવા ઈચ્છતા હતા તે બધા મરી ગયા છે.”
તેણે કહ્યું, “કબૂલ છે.” પછી તે સ્ત્રીએ તે લોકોને વિદાય કર્યા અને તેઓ ચાલી નીકળ્યા પછી તેણે બારીએ કિરમજી રંગનું લાલ દોરડું બાંધી દીધું.
વહેલી પરોઢે શમુએલે શાઉલને ધાબા ઉપર બૂમ પાડી અને કહ્યું, “ઊઠ, હું તને તારે માંગેર્ જવા દઉં છું.” શાઉલ ઊઠયો અને તે અને શમુએલ બંને રસ્તા ઉપર નીકળી પડ્યા.
પછી આબ્નેરે દાઉદ ને કહ્યું: “મને તુરંત જવા દો અને બધા ઇસ્રાએલીઓને તમાંરી પાસે લાવવા દો, જેથી માંરા ધણી, માંરા રાજા તમાંરી સાથે કરાર કરે અને તમાંરી ઇચ્છા પ્રમાંણે તમે સમગ્ર ઇસ્રાએલ પર રાજ કરશો.” ત્યાર બાદ દાઉદે આબ્નેરને જવા દીધો અને પોતે શાંતિથી ગયો.
પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો.
તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો.
દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા. જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે.”