પછી આબ્નેરે દાઉદ ને કહ્યું: “મને તુરંત જવા દો અને બધા ઇસ્રાએલીઓને તમાંરી પાસે લાવવા દો, જેથી માંરા ધણી, માંરા રાજા તમાંરી સાથે કરાર કરે અને તમાંરી ઇચ્છા પ્રમાંણે તમે સમગ્ર ઇસ્રાએલ પર રાજ કરશો.” ત્યાર બાદ દાઉદે આબ્નેરને જવા દીધો અને પોતે શાંતિથી ગયો.
Cross references
અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
શાઉલના હાથમાંથી રાજ્ય લઈને દાનથી બેરશેબા સુધી ઇસ્રાએલ અને યહૂદાના રાજા તરીકે દાઉદ સાથે હું રાજય સ્થાપીશ.”
પછી આબ્નેરે સંદેશવાહકને દાઉદ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું. “આ ધરતી કોની છે? માંરી સાથે કરાર કર, તો હું સર્વ ઇસ્રાએલીઓને તારી સત્તા હેઠળ લાવવામાં મદદરૂપ થઈશ.”
તને હું ઇસ્રાએલનો રાજા બનાવીશ, અને તું ઇચ્છે તેટલા પ્રદેશમાં રાજ્ય કરીશ.
તને તારી ઇચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
બીજા બધાને માત્ર પોતાની જાતમાં રસ છે. તેઓને ઈસુ ખ્રિસ્તના કાર્યમાં રસ નથી.