પરંતુ ફારુને કહ્યું, “તને અહીં કોઇ વસ્તુની ખોટ છે કે તું તારે દેશ પાછો જવા માંગે છે?” હદાદે કહ્યું, “ના, પણ મહેરબાની કરીને મને જવા દો.”
Cross references
પણ સાદોકના પુત્ર અહીમાંઆસે યોઆબને વિનંતી કરી અને “તેને વિનંતી કરવાનું ચાલું રાખ્યું, જે થવાનું હોય તે થાય માંરે કૂશીની પાછળ જવું જ છે અને રાજાને મળવું છે.”યોઆબે પૂછયું, “તારે શા માંટે જવું જોઈએ? તને કંઈ ઇનામ નહિ મળે.”
ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે, આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.
હે મારા લોકો, તમે તે કેવા છો? મારી વાત ધ્યાનથી સાંભળો! “શું હું તમારા માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો! મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ; હવે અમે તેમની સાથે કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’
પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, ‘હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?” પ્રેરિતોએ કહ્યું, “ના.”