Home Bibles 1 રાજઓ 2:34 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 2:34 · ગુજરાતી બાઇબલ

તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો.

Cross references

યહોશુઆ 15:61

રણમાં: બેથ-અરાબાહ, મિદીન તથા સખાખાહ;

ન્યાયાધીશો 15:12

તેઓએ તેને કહ્યું, “અમે તને પકડીને પલિસ્તીઓ પાસે લઈ જવા માંટે આવ્યા છીએ.” સામસૂને કહ્યું, “સારું પણ મને વચન આપો કે તમે પોતે મને માંરી નહિ નાખો.”

1 રાજઓ 2:25

તેથી સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને આજ્ઞા કરી, અદોનિયાને માંરી નાખવાની.

1 રાજઓ 2:31

તેથી રાજાએ કહ્યું, “તેના કહ્યા પ્રમાંણે કર. તેને પૂરો કરીને દફનાવી દે; અને મને અને માંરા કુટુંબને, નિદોર્ષ લોકોને માંરીને યોઆબે કરેલા ગુનાહમાંથી મુકત કર.

1 રાજઓ 2:46

ત્યારબાદ યહોયાદાના પુત્ર બનાયાએ રાજાની આજ્ઞા પ્રમાંણે શિમઇને બહાર લઈ જઈને માંરી નાખ્યો. આમ, સુલેમાંનની સત્તા સ્થાપીત થઈ.

2 રાજઓ 21:18

મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

2 કાળવ્રત્તાંત 33:20

અંતે મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

માથ્થી 3:1

સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ.

Interlinear

Choose Theme