Home Bibles 1 કાળવ્રત્તાંત 28:11 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 28:11 · ગુજરાતી બાઇબલ

પછી દાઉદે સુલેમાનને મંદિર, તેનું પ્રાંગણ અને તેની આસપાસના મકાનોનો નકશો આપ્યો. તેણે તેને ભંડારના, માળ ઉપરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને દયાસન માટે ઓરડીનો નકશો પણ આપ્યો.

Cross references

નિર્ગમન 25:9

હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું.

નિર્ગમન 25:17

વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું.

નિર્ગમન 25:40

તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાંણે આ બધું બનાવવાની કાળજી રાખજે.

નિર્ગમન 26:30

પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

નિર્ગમન 39:42

યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું.

નિર્ગમન 40:20

અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું.

1 રાજઓ 6:3

મંદિરની સામેની પરસાળની પહોળાઈ 20 હાથ અને લંબાઇ 10 હાથ હતી.

1 રાજઓ 6:5

તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી.

1 રાજઓ 6:10

મંદિરની દીવાલો બંધાઇ ગઇ હતી અને દીવાલોની દરેક બાજુએ દેવદારના પાટિયા હતાં. બધાં માંળ પાંચ હાથ ઊંચા હતાં.

1 રાજઓ 6:16

મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું.

1 કાળવ્રત્તાંત 9:26

ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી.

1 કાળવ્રત્તાંત 26:20

અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.

1 કાળવ્રત્તાંત 28:19

અને તેણે કહ્યું, “આ બધી નકશાની વિગતો યહોવાએ મને આપ્યા મુજબ તારા માટે મેં લખી રાખી છે.

2 કાળવ્રત્તાંત 3:3

હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો.

2 કાળવ્રત્તાંત 3:9

સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં.

2 કાળવ્રત્તાંત 5:7

ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે.

નહેમ્યા 10:38

અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે.

નહેમ્યા 13:5

ટોબિયાને તે વિશાળ ઓરડી વાપરવા માટે આપી; જે ઓરડીમાં ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો તથા અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. આ વસ્તુઓ નિયમ પ્રમાણે લેવીઓ, ગવૈયાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતી હતી અને આમાંની થોડી વસ્તુઓ યાજકો માટે પણ રાખવામાં આવતી હતી.

ચર્મિયા 35:2

“રેખાબીઓ પાસે જઇને તેમને વાત કર, તેમને મંદિરના એક ઓરડામાં લઇ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.”

યર્મિયાનો વિલાપ 40:8

તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી.

યર્મિયાનો વિલાપ 40:15

પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી.

યર્મિયાનો વિલાપ 40:48

ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં.

યર્મિયાનો વિલાપ 41:6

એ ઓરડીઓ એક ઉપર એક આવેલી હતી. ત્રણ માળ મળીને કુલ 30 હતી. મંદિરની ભીંતની જાડાઇ દરેક માળે ઓછી થતી જતી હતી એટલે દરેક માળે એ ભીતમાં ખાંચો રહેતો હતો. તેથી ઓરડીઓ મંદિરની ભીંતમાં કાણાં પાડ્યા વગર એ ખાંચાને ટેકે રહી શકતી હતી.

યર્મિયાનો વિલાપ 41:13

તે માણસે મંદિરની બહારની બાજુનું માપ લીધું તો તે 100 હાથ લાંબું હતું. અને ખુલ્લી જગ્યા, મકાન અને તેની ભીતો કુલ મળીને 100 હાથ થતા હતા. મંદિરની પછી તથા ચોકમાં થઇને પશ્ચિમ છેડાના મકાન સુધીનું અંતર 100 હાથ હતું.

યર્મિયાનો વિલાપ 43:10

“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય,

લૂક 21:1

ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો.

હિબ્રૂઓને પત્ર 8:5

પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું:“પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે જ તું પૃથ્વી પર મંડપની રચના કર.”

હિબ્રૂઓને પત્ર 9:2

મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી.

Interlinear

Choose Theme