Home Bibles 1 કાળવ્રત્તાંત 6:44 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:44 · ગુજરાતી બાઇબલ

હેમાનનો બીજો મદદનીશ એથાન મરારીનો વંશજ હતો. તે હેમાનને ડાબે હાથે ઊભો રહેતો હતો. એથાનના પૂર્વજો: તેનો કીશીનો પુત્ર, તેનો આબ્દીનો પુત્ર, તેનો માલ્લૂખનો પુત્ર હતો.

Cross references

1 કાળવ્રત્તાંત 15:17

આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન- યોએલનો પૂત્ર, આસાફ- બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન.

1 કાળવ્રત્તાંત 25:1

દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે;

1 કાળવ્રત્તાંત 25:3

યદૂથૂનના છ પુત્રો હતા: ગદાલ્યા, સરી, યશાયા, શિમી, હશાબ્યા અને માત્તિથ્યા. એ છ પોતાના પિતા યદૂથૂનની આગેવાની હેઠળ વીણા વગાડતાં અને ભવિષ્યવાણી કરતા, અને તેઓ યહોવાનો આભાર માનતા અને તેની સ્તુતિ કરતાં હતા.

1 કાળવ્રત્તાંત 25:6

એ બધા પોતપોતાના પિતાની આગેવાની હેઠળ, યહોવાના મંદિરમાં સારંગી, વીણા અને ઝાંઝની સંગાથે ગાતા અને રાજાએ સોંપેલા કામ મુજબ દેવના મંદિરમાં સેવા બજાવતા.

ગીતશાસ્ત્ર 89:1

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.

Interlinear

Choose Theme