Home નીતિવચનો 31 · ગુજરાતી બાઇબલ

નીતિવચનો

Chapter 31

ગુજરાતી બાઇબલ
1માસાઅ પાસેથી રાજા લમૂએલના નીતિવચનો જે તેને તેની માતાએ શીખવાડયા હતાં:
2“ઓ મારા પુત્ર, ઓ મારા ગર્ભના દીકરા, હે મારી પ્રતિજ્ઞાઓના દીકરા, છે.
3તારી શકિત સ્ત્રીઓ ઉપર ન ખચીર્શ, તેમ તારી સત્તા એ રાજાઓનો નાશ કરનારા ઉપર ન વાપરીશ.
4દ્રાક્ષારસ પીવો તે રાજાનું કામ નથી, ઓ લમૂએલ; દ્રાક્ષારસની પાછળ ઝૂરવું એ રાજકર્તાનું કામ નથી.
5કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે અને કચડાયેલાઓને નિષ્પક્ષન્યાય આપી શકે નહિ.
6જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષારસ, અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપવો.
7તેઓ દ્રાક્ષારસ પી શકશે અને પોતાની ગરીબી ભૂલી જશે અને પોતાનાં દુ:ખોને સંભારશે નહિ.
8જે પોતા માટે બોલી શકતો નથી તેને માટે તું બોલ અને તું નિરાધારોના હકનો પક્ષ કર.
9અને તેનો સાચો ન્યાય કર, દીનદુ:ખીઓના અને જરૂરતમંદનાં હક્કનું રક્ષણ કર.
10સદગુણી પત્ની કોને મળે? હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે.
11તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપતિની કોઇ ખોટ નથી.
12તે જીવનભર પોતાના પતિનું ભલું જ કરે છે, કદી ખોટું કરતી નથી.
13તે ઊન અને શણ ભેગું કરે છે અને તેને ખંતથી પોતાના હાથે કાંતવામાં આનંદ માણે છે.
14તે વેપારીના વહાણ જેવી છે, તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે.
15ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે, અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
16તે બહાર જાય છે, ખેતર તપાસે છે અને ખરીદે છે. પોતાના નફામાંથી તે પોતાના હાથો વડે તે દ્રાક્ષની વાડી રોપે છે.
17તે ખડતલ અને ભારે ઉદ્યમી છે. તે કમર કસીને કામ કરે છે.
18તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે. તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
19તે એક હાથે પૂણી પકડે છે ને બીજે હાથે રેંટિયો ચલાવે છે.
20તે ગરીબોને ઉદાર મને આપે છે અને દીનદુ:ખીને છૂટે હાથે મદદ કરે છે.
21તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી. તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
22તે પોતાને માટે રજાઇઓ બનાવે છે; તેનાં વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગના છે.
23તેનો પતિ નગર દરવાજે આદર પામે છે અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તેની ઊઠબેસ છે.
24તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે.
25શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે. તે ભવિષ્ય વિષે ચિંતિત નથી. તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી.
26તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે. નમ્ર સૂચનો તેની જીભમાંથી નીકળે છે.
27તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે. અને તે કદી આળસ કરતી નથી.
28તેનાં સંતાનો જીવનમાં ઊંચે ઊડે છે, અને તેને ધન્યવાદ આપે છે. અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
29જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.
30લાવણ્યામક છે, અને સૌદર્ય ક્ષણિક છે. પરંતુ યહોવાનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.
31તેના કામની પ્રસંશા કરો અને ભલે તે તેને નગર દરવાજે પ્રતિષ્ઠા અપા
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme