Home નીતિવચનો 18 · ગુજરાતી બાઇબલ

નીતિવચનો

Chapter 18

ગુજરાતી બાઇબલ
1એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
2મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે.
3જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીતિર્ સાથે શરમ પણ આવે છે.
4શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.
5ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિદોર્ષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.
6મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે.
7મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.
8કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે.
9વળી જે પોતાનાં કામ પ્રત્યે શિથિલ છે તે ઉડાઉનો ભાઇ છે.
10યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.
11ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે.
12અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.
13સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે.
14હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
15બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે.
16વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.
17ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.
18સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.
19દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
20યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે.
21જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.
22જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો.
23ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે.
24ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme