એઝરા
Chapter 2
ગુજરાતી બાઇબલ1બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે:
2તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા:
3પારોશના વંશજો 2,172
4શફાટાયાના વંશજો 372
5આરાહના વંશજો 775
6પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812
7એલામના વંશજો 1,254
8ઝાત્તુના વંશજો 945
9ઝાક્કાયના વંશજો 760
10બાનીના વંશજો 642
11બેબાયના વંશજો 623
12આઝગાદના 1,222
13અદોનીકામના વંશજો 666
14બિગ્વાયના વંશજો 2,056
15આદીનના વંશજો 454
16હિઝિકયાના આટેરના વંશજો 98
17બેસાયના વંશજો 323
18યોરાહના વંશજો 112
19હાશુમના વંશજો 223
20ગિબ્બારના વંશજો 95
21બેથલહેમના વંશજો 123
22નટોફાહના મનુષ્યો 56
23અનાથોથના મનુષ્યો 128
24આઝમાવેથના વંશજો 42
25કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743
26રામાને ગેબાના વંશજો 621
27મિખ્માસના મનુષ્યો 122
28બેથેલ ને આયના મનુષ્યો 223
29નબોના વંશજો 52
30માગ્બીશના વંશજો 156
31બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254
32હારીમના વંશજો 320
33લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725
34યરીખોના વંશજો 345
35સનાઆહના વંશજો 3,630
36યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973
37ઇમ્મેરના વંશજો 1,052
38પાશહૂરના વંશજો 1,247
39હારીમના વંશજો 1,017
40લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74
41ગવૈયાઓ: આસાફના વંશજો 128
42મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139
43મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
44કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;
45લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;
46હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:
47ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;
48રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;
49ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;
50આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:
51બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;
52બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;
53બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;
54નસીઆહ અને હટીફાના વંશજો:
55સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:
56યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:
57શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;
58મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.
59તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:
60દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.
61યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.
62તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.
63ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.
64સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.
65તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.
66તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો,
67435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
68દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,
69પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.
70યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.