Home Bibles રોમનોને પત્ર 8:26 · ગુજરાતી બાઇબલ
રોમનોને પત્ર 8:26 · ગુજરાતી બાઇબલ

વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે.

Cross references

ગીતશાસ્ત્ર 6:3

હું ઘણો ભયભીત છું; મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે. હે યહોવા, મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો?

ગીતશાસ્ત્ર 6:9

યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.

ગીતશાસ્ત્ર 10:17

હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો. અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.

ગીતશાસ્ત્ર 42:1

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.

ગીતશાસ્ત્ર 55:1

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.

ગીતશાસ્ત્ર 69:3

હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે. મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

ગીતશાસ્ત્ર 77:1

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો; મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.

ગીતશાસ્ત્ર 88:1

હે યહોવા, મારા તારણના દેવ, મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.

ગીતશાસ્ત્ર 102:5

મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.

ગીતશાસ્ત્ર 102:20

તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે, જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.

ગીતશાસ્ત્ર 119:81

મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે. પણ હું તમારા વચનની આશા રાખું છું.

ગીતશાસ્ત્ર 143:4

કરણ સ્તબ્ધ થઇ ગયું છે.

યર્મિયાનો વિલાપ 3:56

હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.

ઝખાર્યા 12:10

પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે.

માથ્થી 10:20

તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.

માથ્થી 20:22

ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”

લૂક 11:1

એક વખત ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈસુએ પ્રાર્થના કરવાની પૂરી કરી ત્યારે તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું, “યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો.”

લૂક 22:44

ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો.

યોહાન 14:16

હું પિતાને પૂછીશ, અને તે મને બીજો સંબોધકઆપશે. તે તમને આ સંબોધક હંમેશા તમારી સાથે રહેવા માટે આપશે.

રોમનોને પત્ર 7:24

તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે?

રોમનોને પત્ર 8:15

જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ.

રોમનોને પત્ર 15:1

આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

2 કરિંથીઓને 5:2

પરંતુ આ શરીરમાં અમે નિસાસા નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દેવ હવે અમને સ્વર્ગીય નિવાસસ્થાન આપે.

2 કરિંથીઓને 5:4

જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે.

2 કરિંથીઓને 12:5

હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.

ગલાતીઓને પત્ર 4:6

તમે દેવના સંતાન છો. તેથી દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે “અબ્બા, બાપ” એમ કહીને હાક મારે છે.

એફેસીઓને પત્ર 2:18

હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે.

એફેસીઓને પત્ર 6:18

હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.

હિબ્રૂઓને પત્ર 4:15

ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.

હિબ્રૂઓને પત્ર 5:2

પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે.

યાકૂબનો 4:3

જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.

યહૂદાનો પત્ર 1:20

પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો.

Interlinear

Choose Theme