Home Bibles ગીતશાસ્ત્ર 119:81 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:81 · ગુજરાતી બાઇબલ

મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે. પણ હું તમારા વચનની આશા રાખું છું.

Cross references

અયૂબ 19:27

હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.

ગીતશાસ્ત્ર 42:1

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.

ગીતશાસ્ત્ર 73:26

મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.

ગીતશાસ્ત્ર 84:2

તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.

ગીતશાસ્ત્ર 119:20

મારું હૃદય તમારા ન્યાયવચનો માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.

ગીતશાસ્ત્ર 119:40

તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

ગીતશાસ્ત્ર 119:41

હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે મારું તારણ મારા પર આવો.

ગીતશાસ્ત્ર 119:42

તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે, હું તમારા વચનનો ભરોસો કરું છું.

ગીતશાસ્ત્ર 119:43

ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો, હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.

ગીતશાસ્ત્ર 119:74

તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે; કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.

ગીતશાસ્ત્ર 119:77

હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે.

ગીતશાસ્ત્ર 119:114

તમે જ મારી ઓથ તથા ઢાલ છો; મને તમારા વચનની આશા રાખું છે.

ગીતશાસ્ત્ર 130:5

તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચન પર આધાર રાખું છું.

સભાશિક્ષક 5:8

હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.

પ્રકટીકરણ 3:15

“તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય!

Interlinear

Choose Theme