Home Bibles ગીતશાસ્ત્ર 6:3 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 6:3 · ગુજરાતી બાઇબલ

હું ઘણો ભયભીત છું; મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે. હે યહોવા, મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો?

Cross references

ગીતશાસ્ત્ર 9:14

જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

ગીતશાસ્ત્ર 13:1

હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?

ગીતશાસ્ત્ર 22:14

જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.

ગીતશાસ્ત્ર 31:9

હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું, મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ, મારો પ્રાણ ક્ષીણ થાય છે.

ગીતશાસ્ત્ર 38:8

હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.

ગીતશાસ્ત્ર 42:5

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે? તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે? દેવની મદદ માટે રાહ જો! તેમની કૃપા અને મદદ માટે હું હજી પણ તેમની પ્રાર્થના કરીશ.

ગીતશાસ્ત્ર 42:11

હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે? તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે? દેવની મદદ માટે રાહ જો! જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું હું હજી સ્તવન કરીશ.

ગીતશાસ્ત્ર 77:2

જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી. મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.

ગીતશાસ્ત્ર 77:7

“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?

ગીતશાસ્ત્ર 90:13

હે યહોવા, અમારી પાસે પાછા આવો; પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.

નીતિવચનો 18:14

હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

ચર્મિયા 17:14

હે યહોવા, તમે જો મને સાજો કરો, તો હું સાચે જ સાજો થઇ જઇશ. મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.

માથ્થી 26:38

ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.”

લૂક 18:7

દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ.

યોહાન 12:27

“હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ.

Interlinear

Choose Theme