પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.
Cross references
યહોવાએ તેમના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે માંડ માંડ ફરતાં હતા. આથી તેઓ બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવા ઇસ્રાએલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યાં છે. ચાલો, આપણે પાછા ફરીએ.”
જય ારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા.
યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?”તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
પચાસ પ્રબોધકો તેમની પાછળ પાછળ ગયા. જ્યારે તેઓ યર્દન નદી પાસે ઊભા રહ્યા, ત્યારે પ્રબોધકો તેમનાથી અંતર રાખીને દૂર ઉભા રહ્યાં.
આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.
હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે, કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે, અને દિલાસો આપ્યો છે.
જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે, તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે; અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે; તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.
વાદળની જેમ અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની જેમ ઊડતાં આ શું જાય છે?
ત્યારે તમે ફરસાં અને સજ્જન અને દુર્જન વચ્ચેનો તથા યહોવાની સેવા કરનાર અને સેવા ન કરનાર વચ્ચેનો ભેદ સમજાશે.”
તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો.
પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ.
કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે.
આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.
ત્યાર પછી, આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ જેઓ મરણ પામ્યા હતા તેઓની સાથે ગગનમાં પ્રભુને મળવા સારું આપણને ગગનમાં ઊંછએ ઊઠાવાશે. અને આપણે હમેશ માટે પ્રભુની સાથે રહીશું.
“જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું.
પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.”
તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો.