Home Bibles યશાયા 14:13 · ગુજરાતી બાઇબલ
યશાયા 14:13 · ગુજરાતી બાઇબલ

તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;

Cross references

અયૂબ 20:6

એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય, એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય;

ગીતશાસ્ત્ર 48:2

કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર; આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર, સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય, આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!

યશાયા 2:2

છેલ્લા કાળમાં, યહોવાના મંદિરનો પર્વતના શિખરો પર સ્થાપન થશે. અને બીજા બધા શિખરોથી ઉંચો જશે. દેશવિદેશનાં અસંખ્ય લોકોનો પ્રવાહ ત્યાં પગે ચાલતો આવશે.

યશાયા 47:7

તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’ તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું અને એનું પરિણામ શું આવશે એનો કદી વિચાર ન કર્યો.

યર્મિયાનો વિલાપ 27:3

“‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.”

યર્મિયાનો વિલાપ 28:2

“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.

યર્મિયાનો વિલાપ 28:9

તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?” તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે. અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે.

યર્મિયાનો વિલાપ 28:12

“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.

યર્મિયાનો વિલાપ 28:14

તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.

યર્મિયાનો વિલાપ 29:3

તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:“‘હે મિસરના રાજા ફારુન, હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું. તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે. તેં પોતે એનું સર્જન કર્યું છે.”

દારિયેલ 4:30

ત્યારે તેણે કહ્યું, “આ મહાનગર બાબિલ તો જુઓ! મારું ગૌરવ તથા મહિમા વધારવા માટે મારી પોતાની શકિત વડે એ પાટનગર બાંધ્યું છે!”

દારિયેલ 5:22

“હે બેલ્શાસ્સાર તમે તેમના જ પુત્ર છો અને તમે આ બધું જાણ્યાં છતાં, આપે નમ્રતા ધારણ કરી નથી.

દારિયેલ 8:10

વધતું વધતું તે નક્ષત્રમંડળ સુધી પહોંચી ગયું. કેટલાક નક્ષત્રોને અને તારાઓને તેણે પૃથ્વી પર પટક્યાં અને પગ તળે કચડ્યાં.

ઓબાધા 1:3

ઓ ઊંચા પહાડો પર અને ખડકોની બખોલમાં વસનાર, તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે. તું તારા મનમાં એમ વિચારે છે કે, ‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?”‘

સફન્યા 2:15

સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે.

માથ્થી 11:23

“ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે?ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત.

2 થેસ્સલોનિકીઓને 2:4

જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.

પ્રકટીકરણ 18:7

બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા, તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો; તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું. હું વિધવા નથી, હું કદી ઉદાસ થનાર નથી.’

Interlinear

Choose Theme