Home Bibles ગીતશાસ્ત્ર 86:17 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 86:17 · ગુજરાતી બાઇબલ

તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે, કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે, અને દિલાસો આપ્યો છે.

Cross references

ન્યાયાધીશો 6:17

ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો;

ગીતશાસ્ત્ર 40:1

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ, તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.

ગીતશાસ્ત્ર 41:10

હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો; મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.

ગીતશાસ્ત્ર 71:9

વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.

ગીતશાસ્ત્ર 71:20

ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો .

ગીતશાસ્ત્ર 71:21

તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો, અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.

ગીતશાસ્ત્ર 74:9

અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?

ગીતશાસ્ત્ર 109:29

મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ! અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.

યશાયા 12:1

તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.

યશાયા 38:22

વળી હિઝિક્યાએ પૂછયું હતું, “હું યહોવાના મંદિરમાં જઇશ તેની કઇ નિશાની યહોવા આપશે?”

મીખાહ 7:8

હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.

1 કરિંથીઓને 5:5

તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.

Interlinear

Choose Theme