Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 98:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 98:6 · ગુજરાતી બાઇબલ

આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો! ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.

Cross references

ગણના 10:1

યહોવાએ મૂસાને કહ્યું,

1 કાળવ્રત્તાંત 15:28

આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.

2 કાળવ્રત્તાંત 5:12

તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.

2 કાળવ્રત્તાંત 15:14

ત્યારબાદ તેમણે શરણાઇ અને રણશિંગડા ને તુરાઇઓ વગાડીને મોટા સાદે યહોવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી.

2 કાળવ્રત્તાંત 29:27

એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં જ યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે જ ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં.

ગીતશાસ્ત્ર 47:5

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.

ગીતશાસ્ત્ર 81:2

ઢોલક અને સિતાર અને મધુર વીણા સાથે તેમના સ્તુતિ-ગાન ગાઓ.

માથ્થી 25:34

“પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો.

પ્રકટીકરણ 19:16

તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:

Interlinear

Choose Theme