Home Bibles પ્રકટીકરણ 19:16 · ગુજરાતી બાઇબલ
પ્રકટીકરણ 19:16 · ગુજરાતી બાઇબલ

તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:

Cross references

ગીતશાસ્ત્ર 72:11

સર્વ રાજાઓ તેને નમન કરશે, અને સર્વ રાષ્ટો તેની સેવા કરશે.

ગીતશાસ્ત્ર 136:3

પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો! તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

નીતિવચનો 8:15

મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.

દારિયેલ 2:47

રાજાએ કહ્યું, “હે દાનિયેલ, સાચે જ તારા દેવ સર્વ દેવોનાં દેવ છે, તે રાજાઓ ઉપર રાજ કરે છે અને રહસ્યોને ખુલ્લા કરનાર, જણાવનાર છે. તેમણે જ તારી સામે આ રહસ્ય પ્રગટ કર્યું છે.”

ફિલિપ્પીઓને પત્ર 2:9

ખ્રિસ્ત દેવની આશાનું પાલન કરતો રહ્યો, અને દેવને અનુસર્યો તેથી દેવે તેને ઉચ્ચ સ્થાન ઊપર બીરાજમાન કર્યો. તેના નામને બધા જ નામો કરતાં દેવે શ્રેષ્ઠ જાહેર કર્યુ.

1 તિમોથીને 6:15

યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે.

પ્રકટીકરણ 2:17

“પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ!“પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે.

પ્રકટીકરણ 17:14

તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”

પ્રકટીકરણ 19:12

તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે.

Interlinear

Choose Theme