Home Bibles 2 કાળવ્રત્તાંત 29:27 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 29:27 · ગુજરાતી બાઇબલ

એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં જ યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે જ ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં.

Cross references

2 કાળવ્રત્તાંત 7:3

તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું, “તે ભલાઇનો ભંડાર છે, તેની કરૂણા શાશ્વત છે.”

2 કાળવ્રત્તાંત 7:6

યાજકો પોતપોતાના કામ પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ યહોવાના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઇને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યાં કે, “તે ભલાઇનો ભંડાર છે, અને તેની કરૂણા શાશ્વત છે.” તેમની બાજુમાં યાજકો રણશિંગડાં ફૂંકતા હતા. બધા ઇસ્રાએલીઓ ત્યાં ઊભા હતા.

2 કાળવ્રત્તાંત 20:21

પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા, “યહોવાની સ્તુતિ કરો, કારણ, તેની કરૂણા શાશ્વત છે.”

2 કાળવ્રત્તાંત 23:18

ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા.

2 કાળવ્રત્તાંત 30:21

આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા.

ગીતશાસ્ત્ર 136:1

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 137:3

અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું; જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.

Interlinear

Choose Theme