Home Bibles ગીતશાસ્ત્ર 89:8 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 89:8 · ગુજરાતી બાઇબલ

હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.

Cross references

પુનર્નિયમ 7:21

એ પ્રજાથી તમે જરાય ડરશો નહિ. કારણ કે, તમાંરા દેવ યહોવા તમાંરી વચ્ચે છે; અને તે તો મહાન અને ભયંકર દેવ છે.

પુનર્નિયમ 32:31

અન્ય પ્રજાઓ પાસે આપણા ખડક સમ ખડક નથી, આપણા શત્રુઓ પણ તે જાણે છે.

યહોશુઆ 22:22

“દેવાધિદેવ યહોવા જાણે છે અને ઇસ્રાએલીઓએ પણ જાણવું જોઈએ કે જો આપણે ઉલ્લંઘન દ્વારા યહોવા વિરુદ્ધ પાપ કરી રહ્યાં હોઈએ તો આજે એમને બચાવશો નહિ, એમને માંરી નાખો!

1 શમુએલ 2:2

યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી. તેમના સિવાય બીજા કોઈ દેવ નથી. આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.

1 શમુએલ 15:19

તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”

નહેમ્યા 1:5

મેં કહ્યું:“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.

અયૂબ 9:19

હું દેવને હરાવી શકીશ નહિ, તે ખુબજ શકિતશાળી છે. હું દેવને ન્યાયાલયમાં લઇ જઇને મારી તરફ નિષ્પક્ષ રહેવાનો આગ્રહ કરી શકીશ નહિ.

અયૂબ 37:22

તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા દેવના ભવ્ય પ્રતાપ સામે પણ આપણે જોઇ શકતા નથી.

ગીતશાસ્ત્ર 24:8

તે ગૌરવવાન રાજા કોણ છે? એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે, તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

ગીતશાસ્ત્ર 35:10

મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું કોણ છે? જે લાચારને બળવાનથી બચાવે છે, અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”

ગીતશાસ્ત્ર 71:19

હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?

ગીતશાસ્ત્ર 84:12

હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર.

ગીતશાસ્ત્ર 89:6

આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે? જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?

ગીતશાસ્ત્ર 89:13

તમારો હાથ બળવાન છે, તમારા ભુજમાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊંચો છે, મહિમાવંત સાર્મથ્યમાં.

ગીતશાસ્ત્ર 147:5

આપણા પ્રભુ કેવા મહાન છે! તેમના સાર્મથ્યનો પાર નથી! તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.

યશાયા 28:22

એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે. સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે.

યશાયા 40:25

વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો? મારી બરોબરી કોણ કરી શકે છે?”

ચર્મિયા 32:17

“હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી ર્સજ્યા છે. તમારે માટે કશું અશકય નથી.

માથ્થી 6:13

અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.

Interlinear

Choose Theme