Home Bibles યશાયા 28:22 · ગુજરાતી બાઇબલ
યશાયા 28:22 · ગુજરાતી બાઇબલ

એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે. સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે.

Cross references

નિર્ગમન 8:25

એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.”

2 કાળવ્રત્તાંત 30:10

સંદેશવાહકો એફ્રાઇમ અને મનાશ્શા અને ઠેઠ ઝબુલોન સુધી ગામેગામ ફરી વળ્યા, પણ લોકોએ તેમની હાંસી ઉડાવી અને હસી કાઢયા.

2 કાળવ્રત્તાંત 33:11

તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા.

2 કાળવ્રત્તાંત 36:16

પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો.

ગીતશાસ્ત્ર 107:16

તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

નીતિવચનો 19:29

ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.

નીતિવચનો 29:1

જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, તેનો કોઇ ઉપાય રહેશે નહિ.

યશાયા 10:22

ઇસ્રાએલીઓ સાગરની રેતી જેટલા હશે, તોયે તેમાંથી ફકત થોડા બાકી રહેલા માણસો જ પાછા આવશે, એમનો વિનાશ નિર્માઈ ચૂક્યો છે, અને પ્રતિશોધ તો પૂરની જેમ આવી રહ્યો છે.

યશાયા 10:23

સૈન્યોના પ્રભુ યહોવાએ, પોતે જાહેર કર્યું હતું તે મુજબ સમગ્ર ભૂમિનો વિનાશ કરવા કૃત નિશ્ચય છે.

યશાયા 24:1

જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે.

યશાયા 28:14

માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો!

યશાયા 32:12

પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો.

ચર્મિયા 15:17

મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી. તમે મને બનાવ્યો છે અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે તેથી હું અળગો રહ્યો છું.

ચર્મિયા 20:7

પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે. તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ. કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો. પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.

ચર્મિયા 25:11

આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.

ચર્મિયા 39:7

ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.

યર્મિયાનો વિલાપ 1:14

“તેણે મારા પાપોનું પોટલું મારી ડોકે બાંધ્યું છે. મારી શકિત તેના ભારથી ખૂટી પડી છે,મને મારા શત્રુઓના હાથમાં સોંપી દેવામાં આવી છે જેની સામે જ્યાં હું ઉભી રહી શકતી નથી.”

યર્મિયાનો વિલાપ 22:14

હું તારી ખબર લઇશ ત્યારે તારી હિંમત ટકી રહેશે ખરી? તારું બળ કાયમ રહેશે ખરું? કારણ કે હું યહોવા બોલ્યો છું અને મેં જે કંઇ કહ્યું છે તે સર્વ હું કરી બતાવીશ.

દારિયેલ 9:26

બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે.

દારિયેલ 9:27

“એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.”

માથ્થી 27:39

ઈસુની બાજુમાંથી પસાર થતા લોકો તેની મશ્કરી કરતાં હતા. લોકોએ તેમના માથાં હલાવ્યા.

માથ્થી 27:44

અને તે જ રીતે, લૂંટરાઓ જે ઈસુની નજીક વધસ્તંભ પર મારી નંખાવા લટકાવવામાં આવ્યાં હતા તેમણે પણ ઈસુની મશ્કરી કરી.

લૂક 21:24

કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે. બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે. ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:40

ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:

પ્રેરિતોનાં ક્રત્યો 17:32

જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, ‘અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.І

પ્રકટીકરણ 22:18

જે આ પ્રબોધનાં વચનો સાંભળે છે તે દરેક વ્યક્તિને હું ચેતવું છું. જો કોઈ વ્યક્તિ આ વચનોમાં કાંઈક ઉમેરો કરશે, તો દેવ તે વ્યક્તિને આ પુસ્તકમાં લખેલી મુસીબતો આપશે.

Interlinear

Choose Theme