વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો? મારી બરોબરી કોણ કરી શકે છે?”
Cross references
હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ? છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?
“સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,
તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે?
“ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર કે પૃથ્વી નીચેના જળમાં વસનાર પશુ, પક્ષી કે જળચર પ્રાણીની મૂર્તિ તમાંરે બનાવવી નહિ.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી; અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે.
તો તમે દેવની તુલના શાની સાથે કરશો? તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?
“આ કોની સાથે તમે મારી તુલના કરશો? કોણ મારો બરોબરિયો છે? મારા જેવો બીજો કોણ છે?