Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 78:9 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:9 · ગુજરાતી બાઇબલ

એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.

Cross references

પુનર્નિયમ 1:41

“ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’“પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા.

યહોશુઆ 17:16

યૂસફના લોકોએ કહ્યું, “ડુંગરાળ દેશ અમાંરા માંટે પૂરતો નથી, પણ કનાનીઓ જે સપાટ પ્રદેશમાં રહે છે, તેમની પાસે લોખંડના રથો છે. કનાનીઓ બેથશેઆન અને તેના નજીકના શહેરો અને યિઝ્એલ ખીણના ક્ષેત્રમાં રહેતાં.”

ન્યાયાધીશો 9:28

ગાઆલ એબેદનો પુત્ર ઘાંટા પાડવા લાગ્યો, “અબીમેલેખ કોણ છે? શા માંટે આપણે શખેમના લોકો કોણ છીએ કે આપણે તેની ગુલામી કરવી જોઈએ? અબીમેલેખ યરૂબ્બઆલનો પુત્ર નથી! અને ઝબૂલ તેનો અફસર નથી? શખેમના પિતા હમોરના માંણસોની સેવા કરો! આપણે શા માંટે અબીમેલેખને અનુસરવું જોઈએ?

ન્યાયાધીશો 9:38

ત્યારે ઝબૂલે તેને કહ્યું, “હવે તારી બડાઈ કયાં ગઈ? તમે તો કહેતા હતાં કે, “એ અબીમેલેખ વળી કોણ છે? આપણે તેના ગુલામ થઈએ? તમે જેની મશ્કરી કરતા હતાં એ જ આ લોકો છે ને?’ તો પછી પડો મેદાને અને કરો યુદ્ધ.”

ન્યાયાધીશો 20:39

અને ધુમાંડો જોયા પછી ઈસ્રાએલીઓ ફરીથી લડવા પાછા ફર્યા. બિન્યામીનીઓના કુળસમૂહે શરૂઆતમાં માંણસોને માંરવા લાગ્યા. અને આશરે 30 ઈસ્રાએલીઓને માંરી નાખ્યા હતાં. તેઓ કહેતા હતાં, “પહેલાની જેમ તેઓ આપણાથી હારી જશે.”

1 શમુએલ 4:10

તેથી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા. ઇસ્રાએલના 30,000 સૈનિકો મર્યા, બાકીના છાવણીમાં નાસી ગયા.

1 શમુએલ 31:1

પલિસ્તીઓ ઇસ્રાએલી સામે લડ્યા; જેઓ નાસી ગયા અને ગિલ્બોઆ પર્વત ઉપર માંર્યા ગયા. ઘણા ઇસ્રાએલીઓ ત્યાં મરી ગયા અને તેમાંનાં ઘણાં ભાગી ગયા.

1 કાળવ્રત્તાંત 12:2

તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા.

ગીતશાસ્ત્ર 78:57

તેઓ દેવ પાસેથી દૂર થયા. તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં. ફેંકનારતરફ પાછા ફરતાં, વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.

લૂક 22:33

પણ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, હું તારી સાથે જેલમાં આવવા તૈયાર છું, હું તારી સાથે મરવા માટે પણ તૈયાર છું!”

Interlinear

Choose Theme