પુનર્નિયમ 1:41 · ગુજરાતી બાઇબલ
“ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’“પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા.
Cross references
ગણના 14:39
જયારે મૂસાએ સમગ્ર ઇસ્રાએલી પ્રજાને યહોવાના વચન કહી સંભળાવ્યાં ત્યારે છાવણીમાં ભારે શોક છવાઈ ગયો અને તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા.
ગણના 22:34
પછી બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યુ છે. માંરી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી કે, તમે માંરા માંર્ગમાં આડા ઊભા છો, તમાંરી ઈચ્છા હું ત્યાં ન જાઉં તેવી હોય તો હું પાછો ઘેર જઈશ.”
નીતિવચનો 19:3
વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.