તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા.
Cross references
ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.
આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલિમ આપવામાં આવી હતી. અને તેઓ નિશાન ચુક્યાવગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતાં.
દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.
ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 જેટલા હતા. એ સર્વ બિન્યામીન વંશજો હતા.
બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.