Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 48:13 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 48:13 · ગુજરાતી બાઇબલ

તેનો કોટ ધ્યાનથી જુઓ, તેના મહેલોની મુલાકાત લો; જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.

Cross references

પુનર્નિયમ 11:19

તમાંરાં સંતાનોને તે શીખવો. તેમનું રટણ કરતા રહો; ભલે તમે ઘરમાં હોય કે બહાર ચાલતા હોય, ભલે સૂતા હોય હો કે ઉઠતા હોય.

ગીતશાસ્ત્ર 71:18

હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.

ગીતશાસ્ત્ર 78:4

યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો, તેમનું પરાક્રમ અને આશ્ચર્યકમોર્ આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.

ગીતશાસ્ત્ર 122:7

શાંતિ તારી દિવાલો અંદર હોઇ શકે છે, અને તારા મહેલો અંદર સમૃદ્ધિ.

યશાયા 33:20

આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી.

યશાયા 58:12

ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માગોર્ને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.

યર્મિયાનો વિલાપ 21:25

હે ઇસ્રાએલના દુષ્ટ અને અધમ રાજા, તારા દિવસો પણ ભરાઇ ચૂક્યા છે, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.”

યોએલ 1:3

તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે.

આમોસ 9:11

“તે દિવસે હું દાઉદના ખખડી ગયેલા ઝૂંપડા જેવા રાજ્યને ફરી બેઠું કરીશ અને તેમાં પડેલી ફાટો સાંધી દઇશ. તેના ખંડેરો સમાં કરીશ, તે પહેલાં જેવું હતું તેવું નગર નવેસરથી બાંધીશ;

પ્રેરિતોનાં ક્રત્યો 15:14

સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા.

Interlinear

Choose Theme