Home Bibles ગીતશાસ્ત્ર 78:26 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:26 · ગુજરાતી બાઇબલ

દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.

Cross references

નિર્ગમન 10:13

મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો એ તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો.

ગણના 11:31

એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી.

ગણના 11:33

પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા.

ગીતશાસ્ત્ર 135:7

તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે; અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે; તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે; પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

ગીતશાસ્ત્ર 147:18

તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે; અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

Interlinear

Choose Theme